________________ જ વારમાં ભાનમાં આવતાં મારા પ્રિયની દશા જોતાં શોકથી આંસુભીની આંખે હાય ! હાય !' એમ વિલાપ કરવા લાગી ! મારા મોંથી બાણ કાઢવા ખેંચવા લાગી, પણ મારું શું ગજું કે એમ બાણ નીકળે ? છતાં બાણ ખેચાવા સાથે મારો પ્રિય પણ ખેચાવા લાગ્યો તે તટ પર આવી ગયો. ત્યાં હું પાંખોથી પ્રિયને પવન નાખતી કરુણ કલ્પાંત કરવા લાગી “હા! હા ! કંત ! આ તમને શું થયું ? આ કોણ દુષ્ટ તમને બાણ માર્યું ?" જોઉં છું તો થોડી જ વારમાં એના સર્વ અંગ નિશ્ચેષ્ટ થઈ ગયા છતાં મારા સ્વાર્થની મોહ-મૂઢતામાં અને અતિશય પ્રેમના કારણે એને મરી ગયેલાને પણ જીવતા માની રહી હતી; તેથી એના શરીર પર ને મો પર મારું મો મિલાવીને ‘નાથ ! મારી સાથે હસીને બોલો. આ તમારા કોમળ શરીરને કયા રાક્ષસે બાણે વીંધ્યા? તમને વીંધવાને બદલે મને કેમ ન વીંધી નાખી ?' સારસિકા ! પ્રિયને બોલાવવા ચલાવવા કરુણ વિલાપથી ઘણી મથું છું, પરંતુ જ્યાં જોયું કે એ જરાય સળવળતા નથી, એટલે મને નિર્ણય થતાં શોકનો ઉછાળો વધી ગયો. એ એવો દુસ્સહ શોક હતો કે એના આઘાતથી મારું ત્યાં ને ત્યાં મોત જ થઈ જાત. પરંતુ મોત ન પામતાં હું મૂચ્છિત થઈ ગઈ. મૂચ્છએ ક્ષણવાર મારું દુઃખ દબાવ્યું, પરંતુ ભાન આવતાં હૈયા પર દુ:ખનો ભાર એટલો બધો હતો કે મને થયું કે “હાય ! આ હું જીવતી કેમ રહી ગઈ ! એ દુઃખના સંતાપમાં મારી ચાંચથી મારી પાંખના અગ્રભાગને ટોંચી રહી છું, જરાક ઊડી ઊડીને ધૂળમાં આળોટી રહી છું, અને હૃદયના કરુણ વિલાપ કરી રહી છું કે,- “બીજાની સંપત્તિનો વિનાશ સર્જનારા કોણ નિર્દયે આ મારા પ્રિયનો સર્વનાશ કરી નાખ્યો ? મહિલાના પ્રાણસમા પ્રિયને મારી નાખતાં એને કશી અરેરાટી ન થઈ ? પ્રિય જીવંત હોય તો મહિલાને બધી વાતે સુખ છે, ને એ મરી જતાં બધા સુખનો અંત આવી જાય છે.' હે મારા નાથ ! તમે આ મારું દુઃખ તો જુઓ. તમારો વિરહ પડતાં તો હું એવા ચિંતા-સંતાપમાં સળગી રહી છું કે મને પદ્મસરોવરની ઠંડી રેતીમાં પણ ઠંડક નથી મળતી. હે પ્રિય ! તો શું હવે તમે મને પ્રેમથી નહિ જુઓ ? મારા પ્રાણ ! એક વાર તો મને તમારી પ્રેમાળ ચક્ષુથી નિહાળો ! શું મારે હવે પ્રિયના વિયોગમાં હંમેશાં બળ્યા કરવાનું રહેશે ?'... આમ કરૂણ કલ્પાંત કરતી મારા પ્રિયના શરીર પર દુ:ખની મારી ચંચુપાત કરી રહી હતી, હાય હાય કરતી માથા પછાડી રહી હતી. વિચારવા જેવું છે, 72 - તરંગવતી