________________ આવવા માંડ્યા, પરંતુ એ મૂરતિયાઓ જોતાં પિતાજીને કશો સંતોષ થતો નહિ. સમાજમાં આજે દેખાય છે કે પહેલું તો વિદ્યાભ્યાસ કરવામાં સામાન્ય રીતે છોકરીઓની જે ખંત અને મહેનત દેખાય છે એવી છોકરાઓમાં ઓછી દેખાય. અલબત વિશેષતાએ છોકરા પણ કોઈ કોઈ સારા ખંતી અને મહેનતું દેખાય છે, પણ છોકરાઓનો જે સમૂહ એવો ખંતી નહિ દેખાય એવો છોકરીઓનો સમૂહ ખેતી ને મહેનતુ દેખાશે. કેમ આમ દેખાય છે ? છોકરીઓમાં ખંત અને શ્રમ વધારે કેમ? : એનું કારણ એ કહી શકાય કે સામાન્યથી છોકરીઓ નરમ મૃદુ, પ્રકૃતિની એટલે છોકરા કરતાં એ માબાપને વિશેષ આજ્ઞાંકિત અને સમર્પિત રહે છે; અને બીજું કારણ એ કે છોકરીઓના મન પર ભાર રહે છે કે મારે પારકે ઘેર જવાનું છે ને ત્યાં પતિને આધીન રહેવાનું છે તેથી હું જો રોબ્લડ રહીશ તો મારે ગુલામીના દુ:ખનો પાર નહિ રહે. એટલે છોકરીઓમાં વિદ્યાભ્યાસમાં વિશેષ ખંત ને મહેનત જોવા મળે એ સહજ છે, તેમજ છોકરીઓમાં ધાર્મિક અભ્યાસ અને ધાર્મિક પ્રવૃત્તિ વિશેષ જોવા મળે છે. એનું કારણ એ પોતાની જાતને પાપના ઉદયે પોતાને સ્ત્રીપણું મળ્યાનું સમજે છે, તેથી અહીં એની સામે એને સહેજે ધર્મરુચિ થાય છે ને ધર્મપ્રવૃત્તિ કરે છે. છોકરાઓને 3 વાત સમજાવો : આ જોતાં છોકરાના અવતારે તો માબાપ એના બાળપણાથી એને સમજાવે કે (1) મૃદુતા, નરમ સ્વભાવ અને આજ્ઞાંકિતતા તથા સમર્પિતતામાં ખાસ લાભ છે, એનાથી મહાન બનાય છે, દુનિયામાં જશ મળે છે, બધાના પ્રિય બનાય છે, તો એ પણ વિદ્યાભ્યાસમાં સારી ખંત-મહેનત રાખે. (2) બીજું છોકરાને સમજાવે કે “તમે જો દેવગુરુના સેવક થઈને રહેશો તો તમારું પુણ્ય વધશે; તેથી અહીં પણ સુખ પામશો અને ભવાંતરે દુર્ગતિ નહિ થાય, પાડા ગધેડા કૂતરા-બિલાડીના અવતારમાં નહિ પૂરાઓ,” તો છોકરા દેવગુરુ પ્રત્યે સેવકપણાનું માનસ રાખશે અને તેથી પણ વિદ્યાભ્યાસ વગેરેમાં સારી મહેનત લેશે. (3) ત્યારે એનામાં ધાર્મિક રુચિ અને ધાર્મિક પ્રવૃત્તિ લાવવા એને એ સમજાવવું જોઈએ કે “આપણા પુણ્ય દૂબળાં છે, ને કેટલાય પાપના ઉદય ભોગવીએ છીએ. તેથી જ આપણને ન ધાર્યું ન ઇચ્છયું કેટલું ય દુઃખ કષ્ટ આવી પડે છે, તેમજ સુખ-સગવડ મળે છે એ તકલાદી અને બહુ બહુ અધૂરી; - તરંગવતી પ૬