________________ સંભળાવનારા, મારા માટે પણ શું કામ બાકી રાખે ? અને, એમાં ય વળી મને સાંસારિક કળા-વિદ્યાઓ મળ્યાથી એમને સંતોષ નહોતો, કેમકે ગમે તેમ તોય એ કાંઈ આત્મવિદ્યાઓ નહોતી. નરી ભૌતિકવિદ્યાઓ હતી, જે માત્ર આ જનમમાં ઉપયોગી થાય, પણ પછી પરલોકે એ કાંઈ કામ ન લાગે. સંતાનને કઈ કળા-વિદ્યા અપાવવી ? : પરલોકમાં તો અહીં મેળવેલી આત્મ-અધ્યાત્મ વિદ્યાઓના સંસ્કાર જ કામ લાગે. તેથી એ પ્રાપ્ત કરવા માટે “પ્રાવચનિક વાચકો' અર્થાત જિનપ્રવચન-જિનઆગમ'માં કુશળ પાઠકો મને મેળવી આપતા, એમજ જિનપ્રવચનસાર ગર્ભિત ઉપદેશ આપનાર મુનિઓ ઉપાધ્યાય આચાર્યોનો અવર નવર યોગ મેળવી આપતા. તેથી મને જૈન મોક્ષમાર્ગ, નવ તત્ત્વો, જૈન આચાર-અનુષ્ઠાનો તથા શ્રાવક યોગ્ય બારવ્રતો, પાંચ અણુવ્રતો, ત્રણ ગુણવ્રતો અને ચાર શિક્ષાવ્રતો, તથા 11 પ્રતિમા વગેરેનો સુંદર બોધ પ્રાપ્ત થયો.” આ પરથી માબાપો આજે જે સ્કૂલ કોલેજની ભૌતિક કેળવણી અપાવી સંતોષ માને છે અને મોક્ષમાર્ગ વગેરે અધ્યાત્મ કેળવણી આત્મવિદ્યાઓ નથી અપાવતા, એમણે બોધપાઠ લેવા જેવો છે, કે કોરી ભૌતિકવિદ્યાઓ સંતાનોને અહીં કશી કલ્યાણ ધર્મસાધનાઓ નહિ સૂઝાડે, ને એથી પરલોકમાં એનું કશું ભલું નહિ થાય. એ તો આધ્યાત્મિક કેળવણી જ પરલોકમાં ભલું કરે. તેથી કમમાં કમ ભૌતિકવિઘાઓની સાથે સાથે રવિવારની રજાઓ તથા વેકેશન જેવામાં આધ્યાત્મિક ધાર્મિક વિદ્યાઓ અપાવવા જેવી છે. આજની ભૌતિક કેળવણીના અંજામણમાં છોકરાઓ કદાચ આધ્યાત્મિક વિદ્યા લેવા ના પાડે, તો પણ એમને સાધુ પાસે લઈ જઈ એનું મહત્ત્વ સમજાવવાની અને ધાર્મિક જ્ઞાન લેવા ઉત્સાહિત કરવાની આજે ખાસ જરૂર છે. તરંગવતી સાધ્વીજી આગળ કહે છે. “ગુહિણી ! કળા વિદ્યા અને ધાર્મિકમાં હું કુશળ થઈ એટલું જ નહિ, પણ ધાર્મિક આચારો પાળવામાં અને અનુષ્ઠાનો આચરવામાં પણ મને સારો રસ રહેવા લાગ્યો, પરંતુ આ બધું જોઈને પિતાજીને ભારે ચિંતા રહેવા લાગી કે આના ઉત્તમ ગુણો અને હોશિયારી તથા સૌંદર્ય લાવણ્ય જોતાં આને યોગ્ય એવો ગુણિયલ કળા વિદ્યા અને ધર્મમાં હોશિયાર તથા સૌંદર્યવાળો પતિ મળશે કે કેમ ? એનું પરિણામ એ આવ્યું કે હું ઉંમરમાં આવતા, ઘણા શેઠિયાઓ તરફથી પોતાના પુત્ર માટે મારા માંગા કર્મ ! તારી ગતિ ન્યારી