________________ પાડવું છે તો જમના નદીમાં વ્યાપી રહેલા અનેક જાતના સુંદર તરંગો સ્વપ્નમાં જોવામાં આવેલા તેથી બાળકીનું નામ ‘તરંગવતી તરંગલોલા’ પાડવામાં આવ્યું. સાધ્વીજી કહે છે કે આ નામનો કોણ જાણે શો પ્રભાવ પડ્યો કે જેમ જેમ ઉંમર વધતાં જ્ઞાન-પ્રાપ્તિ વધવા માંડી, તેમ તેમ અનેક પ્રકારના સુખદ તરંગો મને સ્ફરવા લાગ્યા. કેટલીકવાર નામ પણ સૌન્દર્ય બની જાય છે. નામ પ્રમાણે માણસ જો ધ્યાન પર લે તો ગુણ પ્રગટતા જ જાય છે. બાલિકા તરંગવતી બહુ લાડકોડમાં ઊછરે છે, અને આઠ વરસની ઉંમર થતાં એને ભણાવવા ખાસ ધીરગંભીર એવા કળા-ગુણ-વિદ્યાના વિશારદ નિષ્ણાત પંડિત રાખવામાં આવે છે. એવી પુણ્યાઈ લઈને આવી છે કે પંડિતને ભણાવવામાં ઝાઝી મહેનત નથી કરવી પડતી, કેમ જાણે વિદ્યાઓ એને સામે ઊઠીને સ્વયં વરવા આવી હોય ! એમ ટૂંકા સમયમાં ઝટપટ કળાવિદ્યાઓમાં પારંગત થાય છે. લેખન, ગણિત, ચિત્રકામ, પૂતળા-પત્રછેદ્ય બનાવવાની કળા, ગીત, નૃત્ય, સંગીત-વાજિંત્ર, પ્રશ્ન-પ્રહેલિકા,... વગેરે કળા વિદ્યાઓ સિદ્ધ કરી. પ્ર- ટૂંકા સમયમાં આટલી બધી વિદ્યાઓ શે સિદ્ધ થાય ? ઉ.- આમાં મુખ્યપણે જીવના જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ કામ કરે છે. જીવમાં જ્ઞાન બહારથી નથી આવતું, પરંતુ જીવનો પોતાનો અંદરમાં જ્ઞાનગુણ છે, એના પર કર્મનાં આવરણ ચડેલા છે, એ વિનય-બહુમાન જિનભક્તિ, તપ-સંયમ આદિ ધર્મસાધનાઓ, અને બાહ્ય ગોખવા ભણવાની મહેનત, એ આવરણોને તોડે છે. કહો જાણે આવરણના પડદામાં બાકાં પડે છે, એમાંથી અંદરનો જ્ઞાન પ્રકાશ બહાર પ્રગટ થાય છે. મતલબ આત્મામાં જ્ઞાન બહારના પુસ્તક કે ગુરુવાણીમાંથી નથી આવતું, કિન્તુ અંદરમાંનું જ્ઞાન પ્રગટ થાય છે. આ પ્રગટ થવામાં બરાબર સમજી રાખજો કે એકલું પુસ્તક ભણવાનું કામ નહિ લાગે, પણ સાથે મુખ્યપણે ગુરુ વિનય-ભક્તિ, ગુરુ-બહુમાન, શાસ્ત્ર-વિનય-ભક્તિ, બહુમાન ખાસ જોઈશે; અને ઉપરાંત શક્ય ત્યાગ તપસ્યા પણ જોઈશે. આ જે કામ કરશે, એ એકલા પુસ્તક કામ નહિ કરે. ઇંદ્રભૂતિ ગૌતમ મહાવીર પ્રભુ સાથે લડવા-શાસ્ત્રાર્થવાદ કરવા આવ્યા હતા. ભગવાને એમનો દિલની અંદરનો સંશય કહી બતાવ્યો એનાથી એ પ્રભુ પ્રત્યે આકર્ષાયા, જૈન ધર્મનો સંયમ માર્ગ સમજ્યા. પ્રભુ પાસે સંયમમાર્ગ કર્મ ! તારી ગતિ ન્યારી