________________ વિનયગુણ : ગૌતમસ્વામિ નગરશેઠ વિનયના રત્નાકર છે, વિનયનું આબેહુબ દૃષ્ટાન્ન ગૌતમસ્વામિ મહારાજનું જોવા મળે છે. ગુરુ મહાવીર પ્રભુએ ક્યારે પણ કોઈ આદેશ કર્યો, વિચારવા નથી ઊભા કે “ઓ બરાબર છે કે નહિ ?" ભગવાને ગમાર ખેડૂતને પ્રતિબોધ કરી આવવા કહ્યું તો તૈયાર ! “આનંદ શ્રાવકને મોટી મર્યાદાનું થયેલું અવધિજ્ઞાન સાચું, ને ગૌતમે એટલું ન થઈ શકવાનું કહેલું તે બરાબર નહિ,” એમ પ્રભુએ કહ્યું તો તરત તહત્તિ કરી આનંદ શ્રાવકની પાસે જઈને એ કહેવા અને મિચ્છામિ દુક્કડં દેવા તૈયાર ! અંત સમયે પ્રભુએ ગૌતમસ્વામિને દેવશર્મા બ્રાહ્મણને પ્રતિબોધ કરવા જવાનું કહ્યું તો તૈયાર ! ક્યાંય પ્રશ્ન નહિ, કે બીજું કશું વિચારવાનું નહિ. સંવરમાર્ગનો પરિચય : ઋષભસેન નગરશેઠ નિર્જરા વિવેક સંવરના મહાન સ્તવી હતા. મહાન સ્તવી' અર્થાત્ (1) સારો પરિચય કરનારા અને (2) બહારમાં એની સારી સ્તુતિ કરનારા હતા. સંવર વિવેક નિર્જરાનો પરિચય એટલે જ્યાં જ્યાં મોકો મળે ત્યાં ત્યાં એને અજમાવનારા. દા.ત. “સંવર' એટલે જેનાથી પાપ ન બંધાય એવી શુભ વૃત્તિ-પ્રવૃત્તિ. તો ચાલવાનું આવે ત્યાં નીચે જોઈ કરીને જીવ ન મરે એની કાળજીથી ચાલવાનું. બારણું બંધ કરવું છે તો ફળાંતરમાં કોઈ ગિરોલી વંદો વગેરે જીવ ન મરે એની ય કાળજી રાખીને પૂંજી પ્રમાર્જીને બંધ કરવું. એમ કાંઈ બોલવાનું આવે તો અસત્ય અપ્રિય કે પાપનું બોલવાનું ન થાય એની કાળજી રાખીને બોલવાનું. એટલા જ માટે બને તેટલું મૌન રાખવું, ને ખાસ જરૂરી હોય એટલું જ અસત્યાદિ ન આવે એની કાળજી રાખીને બોલવાનું. એમ મન નવરું પડ્યું ખોટ ભાવમાં યા નરસા વિકલ્પોમાં ન ચડે એ માટે અનિત્યતાદિ ભાવના વિચારતું રાખવાનું. આવી બધી કાળજીજયણાવાળી પ્રવૃત્તિ કરાતી રહે એ સંવર માર્ગનો પરિચય રાખ્યો કહેવાય. પરિષહનો પરિચય : એમ ભૂખ તરસ લાગી, યા બહુ ઠંડી ગરમી પડી, તો મન ન બગાડતાં “ચાલો, “આ સહીએ એમ કર્મ તૂટે' એમ વિચારી સહર્ષ સહી લેવાય એ પરિષહનો પરિચય કર્યો કહેવાય. એવા બીજા પરિષદમાં શુભ વિચારણાથી મન ન બગડવા દઈએ એ સંવર માર્ગનો પરિચય કર્યો કહેવાય. સંવરના પરિચયની બલિહારી કેવી છે એ આપણને એક બાળ મુનિના કર્મ તારી ગતિ ન્યારી