________________ નગરશેઠનો વ્રતગુણ : આનંદ-કામદેવ ઋષભસેન નગરશેઠ દર્શનગુણના આધાર હતા, એવા વ્રતોના આધાર હતા; એય સહજભાવે હોશથી સ્વીકારી લીધેલા. આનંદ-કામદેવાદિ શ્રાવકોએ મહાવીર પ્રભુની પહેલીવાર દેશના સાંભળતાં સમ્યક્ત સહિત બાર વ્રતો હોંશથી સ્વીકારી લીધેલા. એ હોંશ એવી હતી કે આનંદ શ્રાવકે જ્યારે વ્રત લઈને ઘરે પહોંચી પત્નીને વાત કરી કે “આવી રીતે આજ તો પ્રભુ પાસેથી વ્રતોનું મહાનિધાન મળ્યું !" ત્યારે પત્ની કહે “વાહ ! તે તમે એકલા એકલા જ કમાણી કરી આવ્યા ?' આનંદ શ્રાવક કહે “તો નીચે રથ તૈયાર છે, તમે પણ પહોંચી જાઓ પ્રભુ પાસે, ને લઈ આવો વ્રતો.” વાર કેટલી ? પત્ની ઉપડ્યા પ્રભુ પાસે પહોંચી પ્રભુને વંદના કરી કહે “પ્રભુ ! તમારા શ્રાવકને વ્રતો આપવાની મહાન દયા કરી, તો હે કરુણાસિંધુ ! મારા પર પણ દયા કરો મને પણ વ્રતો આપો. પ્રભુએ વ્રતો આપ્યા, ખુશીનો પાર નથી. સૂર્યચશા રાજાની વ્રત-મક્કમતા : ભરત ચક્રવર્તીના પુત્ર અને હવે રાજા સૂર્યયશાને અષ્ટમી કરવાનું વ્રત, ને રંભા ઉર્વશી પરીક્ષા કરવા રૂપરૂપનો અંબાર વિદ્યાધરીઓનું રૂપ કરીને આવી. રાજાને એ શરતે પરણી કે “અમે ક્યારેક કાંઈક કહીએ તો તે તમારે કરવું પડે, પરંતુ પછીથી અષ્ટમીએ રાજાએ પોતે ધર્મધ્યાનમાં રહેવાનો નિર્ધાર કહ્યો, ત્યારે પેલીઓ લગ્ન વખતનું આપેલું વચન યાદ કરાવી અષ્ટમી ન પાળવાનું માગે છે. રાજા કહે, “બીજું કાંઈ માગો,” ત્યારે પહેલાં ‘ગામ બહારનું જિનમંદિર તોડાવી નાખવાનું, ને પછીથી “પુત્રનું ડોકું ઉડાવી નાખવાનું માગે છે ! રાજા અંતે પોતાનું મસ્તક છેદી આપવા તૈયારી બતાવીને પોતાના ગળા પર પોતે જ તલવાર ચલાવે છે. દેવીઓ અદશ્યપણે ગળાની અધવચ્ચે તલવાર અટકાવી દે છે, ત્યારે રાજા તલવાર કાઢી લઈ ફરીથી બીજો ઘા લગાવે છે ! એમાં પણ વચ્ચે જ અટકણ થાય છે ! એમ નવ નવ ઘા લગાવવા છતાં ડોકું પૂરું છેદાતું નથી, ત્યારે રાજા અફસોસી એ કરે છે કે “અરેરેરે ! જો આ ડોકું છેદીને નહિ અપાય, તો મારી અષ્ટમીનું શું થશે ?' દેવીઓએ રાજાને વ્રતપાલનમાં અણનમતાથી દઢ રહેલો દેખી બાજી સંકેલી દીધી, રાજાને સ્વસ્થ કરી દઈ દેવીરૂપે પ્રગટ થઈ, ક્ષમા માગી ધન્યવાદ આપે છે. 42 - તરંગવતી