________________ હીરસૂરિજી મહારાજ પાસે જિનવચન ઉપરાઉપર સાંભળ્યા કરવાથી એને એનો રસ એવો લાગી ગયો કે ચોમાસા બાદ આચાર્ય મહારાજનો વિહાર થતો હોવાથી એમને વિનંતી કરીને શાંતિચંદ્ર ઉપાધ્યાયને રોકાવરાવ્યા, અને એમની પાસે જિનવાણી સાંભળતો રહ્યો. જિનવાણીના શ્રવણથી કેઈકના જીવન ફરી ગયા, આસ્તિક ધાર્મિક જીવન બની ગયા ! નાસ્તિક પ્રદેશી જિનવાણી સાંભળી આસ્તિક થયો : મહા નાસ્તિક પ્રદેશી રાજા શી રીતે મહા આસ્તિક બન્યો ? કહો, કેશીગણી મહારાજ પાસે જિનવાણીનું શ્રવણ કરવાથી. આજના ભયંકર યુગમાં તો જિનવાણી સાંભળવાની અતિશય આવશ્યક્તા છે. નગરશેઠ શ્રદ્ધાપૂર્વક જિનાગમવાણી સાંભળવાથી પાકી મોક્ષરુચિવાળા બનેલા હતા, ઉપરાંત પ્રતિપક્ષી અર્થાત્ જિનમતના વિરોધીથી ફેલાવાતા અજ્ઞાનના અંધકારનો નાશ કરનારા હતા. અલબત એ કાંઈ ગામેગામ વિચરનારા સાધુ નહોતા કે ગામેગામ લોકોના અજ્ઞાન અંધકારને દૂર કરે, પરંતુ પોતાના નગરમાં પોતાના સંપર્કમાં આવનારના અજ્ઞાનને દૂર કરતા, તેમજ કોઈ વાદવિવાદનો મોકો આવે, તો સામાના અંધકારને હટાવનારા હતા. થાવસ્ત્રાપુત્ર આચાર્યથી પ્રતિબોધ પામેલા સુદર્શન શ્રાવકે પોતાના પહેલાના ગુરુ શુકપરિવ્રાજકને પોતાના સમ્યકત્વની દઢતાથી આચાર્ય મહારાજ પાસે તાણેલા ! અને આચાર્ય મહારાજે પરિવ્રાજકને એક જ બોલથી વિચાર કરતો કરી દીધો. બોલ આ હતો,- જેમ લોહીથી ખરડાયેલું કપડું લોહીએ ધોવાથી ચોકખું ન થાય, એમ હિંસાથી ખરડાયેલો આત્મા બાહ્યસ્નાન-શૌચમાં અપકાયાદિ જીવોની હિંસા કર્યો જવાથી શુદ્ધ નિર્મળ ન થાય. પરિવ્રાજક આના પર વિચાર કરતાં પરિવર્તન પામી ગયો, દીક્ષા લઈ સાધુ જ થઈ ગયો. ઋષભસેન નગરશેઠ મોટા શ્રીમંત છતાં જિનાગમની વાણી સાંભળતાં સાંભળતાં જીવ-અજીવ તત્ત્વના એવા જ્ઞાતા બનેલા કે જીવન વ્યવહારમાં કામ ઠામ જિનોક્ત જડ-ચેતનનો ભેદ લક્ષમાં લેનારા હતા. એટલે જ જયાં મિથ્યા ધર્મવાળા પૃથ્વી-પાણી-અગ્નિ-વાયુને જડ પંચભૂતમાંના ભૂત તરીકે દેખે માને છે, ત્યાં નગરશેઠ પૃથ્વીકાયિક જીવ, અકાયિક જીવ, ... વગેરે તરીકે કર્મ ! તારી ગતિ ન્યારી 35