________________ રાજાને સંભળાવી દીધેલી. નગરશેઠનો એક ગુણ ‘કુગુરુની હંમેશ માટે ત્યાગ રાખી જિનપ્રવચનજિનાગમમાં નિશંકપણા'નો હતો, છતાં એ પાછું જિનવચનને સાંભળ્યા કરનારા હતા, જેથી જિનપ્રવચન પરની શ્રદ્ધા અધિકાધિક નિર્મળ થાય, અને મોક્ષમાર્ગનો નવનવો બોધ મળ્યા કરે. કુગુરુત્યાગ પર અંગારમર્દક આચાર્યના શિષ્યો : આ ગુણ ઉપર જ અંગારમદક આચાર્યના 500 શિષ્યોએ જ્યાં જાણું કે ગુરુ આચાર્ય અભવ્ય છે, તો તરત જ છોડી દીધા; કેમકે જિનપ્રવચન કહે છે કે “સમ્યગ્દર્શન સાચવવું હોય તો કુગુરુનો મિથ્યાત્વી ગુરુનો સંગ ન કરવો. જો સંગ રાખીએ તો સમ્યક્ત ઘવાય, ને સમ્યક્ત ઘવાયે ચારિત્ર ઘવાય.” એમાં એ સુગર આચાર્યની નિશ્રા પકડી આરાધના કરી ગયા. ને પછીના ભવે પOO રાજકુમાર થયા. ત્યાંજ અંગારમર્દક આચાર્ય ઊંટ થયેલ. જમાલિ કુગુરુ બનતાં એના 500 શિષ્યો એને છોડી ગયા : જમાલિએ ઉત્સુત્ર ભાષણ કર્યું તો એના 500 શિષ્યો એને છોડી ગયા. એમણે ખોટો સવાલો ન કર્યો કે “ભગવાને “ક્રિયમાણે કૃત' કહ્યું છે, પણ ગુરુ “કૃતમ્ કૃતમ્” કહે છે, તે અપેક્ષાએ નિશ્ચયનયની દૃષ્ટિએ સાચું છે.” કેમકે સમજતા હતા કે જ્ઞાનીનાં વચનનું ઉલ્લંઘન ન થાય, પોતાની મતિ-કલ્પનાથી શાસ્ત્ર-વચનને મરોડાય નહિ. સમ્યગ્દર્શનથી વિશુદ્ધ બુદ્ધિવાળો તો શાસ્ત્રોક્ત જ અર્થ લે. ઋષભસેન નગરશેઠ સમ્યગ્દર્શનથી વિશુદ્ધ બુદ્ધિવાળા હતા, એટલે ગુરૂમુખે જિનવચનને સાંભળનારા હતા; પરંતુ “ચાલો જિનોક્ત તત્ત્વ-શ્રદ્ધા આવી ગઈ, હવે વ્યાખ્યાન સાંભળવાનું શું કામ છે ? એમ જિનવાણી-શ્રવણની ઉપેક્ષા નહિ. મહાન શ્રાવક જિનાગમ વાણીને એટલા માટે સાંભળનારા હોય છે કે સમ્યક્ત્વનું એ લિંગ જ છે કે સમકિતીને જિનવચન સાંભળવાનો અતિશય રસ હોય. કારણ, એ શ્રવણથી શ્રદ્ધા દઢ અને નિર્મળ થતી જાય છે, તેમજ એમાંથી આરાધનાના નહિ જાણેલા માર્ગ જાણવા મળે છે, ને ધર્મ-આરાધનાનું પ્રોત્સાહન મળે છે. અકબરનું જિનવાણીશ્રવણ : ક્રૂર ઘાતકી અને નિર્દય મોગલ બાદશાહ અકબર શી રીતે દયાળુ અને દયાધર્મનો હિમાયતી બન્યો ? અકબર બાદશાહે જગદ્ગુરુ આચાર્ય ભગવાન - તરંગવતી 38