________________ બધું બળ્યું લાગે એ જ વૈરાગ્ય. એટલે જ આવા વૈરાગીને અવસર આવતાં એ સંસારમાંથી ઊભો થઈ જતાં વાર નહિ. પછી જેમ સાપ સુંદર કાંચળીને છોડી જાય એમ એ સંસારના જડ ચેતન પદાર્થોને, દિલમાં કોઈ દુભામણ વિના, આસાનીથી છોડી જાય છે ! ધનદેવશેઠ આ કહી રહ્યા છે કે “આવા દુઃખદ સંસાર સમુદ્રને તરી જાઓ.” પરંતુ તે કઈ સાધનાથી ? તો કે વિવિધ નિયમ-ઉપવાસથી, ને ગૌરવવાળા શ્રમણધર્મ-સાધુધર્મથી. અહીં સાધુધર્મને વિવિધ નિયમ-ઉપવાસથી ગૌરવવંતો કહ્યો. વિવિધ નિયમ અને ઉપવાસ ચાલતા હોય તો એ સાધુધર્મની શોભા છે. રોજ ને રોજ સાધુ ત્રિટંક ખાયા કરે તો શું એમાં શોભા છે ? એમ વિવિધ ત્યાગના નિયમ ન હોય, તથા નિયમસર સેવા-વૈયાવચ્ચ ન હોય, તેમજ સ્વાધ્યાયના ઘોષ ન હોય, તો શું એમાં સાધુનું ગૌરવ રહે ? મોટમોટા શાલિભદ્ર, ધનાજી, ધન્નો, મેઘકુમાર વગેરેએ મુનિ થઈને શું કર્યું ? આ જ. તો એ જગત તરફથી મહા ગૌરવ પામી ગયા. શાસ્ત્રો પણ કહે છે, धण्णा कलत्त-गोत्तीहिं निग्गया पेमबंधणविमुक्का / अवगय-माण-कोहा चरंति धम्मं जिणक्खायं // અર્થાત્ “કામિની-કુટંબ યાને પત્ની-પરિવાર ઉપરના પ્રેમનાં બંધન છોડી નાખીને જે ઘરવાસમાંથી નીકળી ગયા છે, પછી જે અહંકાર અને ક્રોધનો ત્યાગ કરી ભગવાન જિનેશ્વરદેવોએ ભાખેલા ધર્મની જ આરાધનામાં એકમેક થઈ જાય છે, એમને ધન્ય છે.' શાસ્ત્રકારો આમ કહે છે, પરંતુ અમે મોહના બંધનથી બંધાયેલા હમણાં ને હમણાં ઘરવાસથી નીકળી જવા સમર્થ નથી, એ અમારી કમનસીબી છે.” બસ, એ પ્રમાણે ધનદેવ સાર્થવાહે કહ્યું, કેમકે એમણે ધર્મનો પરમાર્થ યાને ધર્મનું રહસ્ય જાણેલું હતું, એટલે એ એવી ધર્મરસભરી વાણી બોલે એ સહજ છે. પરંતુ ત્યાં ઉદ્યાનમાં આવેલી ઘરની સ્ત્રીઓ કોઈ એવા ધર્મ-પરમાર્થની જાણકાર નહિ, થોડું જાણતી હોય તો ય એમણે કાંઈ દિલને એનાથી ભાવિત કરેલું નહિ, એટલે હવે પાછા જવા વખતે એ રોવા લાગી. 358 - તરંગવતી