________________ આ જન્મ-મરણના તરંગોભર્યા સંસાર-સમુદ્રમાં વળી આવત છે, “આવર્ત એટલે જ્યાં પાણી ગોળગોળ ઘૂમ્યા જ કરે. મોટું વહાણ પણ જો એમાં ફર્યું, તો બસ ખલાસ ! એમાંથી બહાર નીકળી જ ન શકે, ને એમાં જ ગોળગોળ ઘૂમતું થઈ જાય ! એમ આ સંસારમાં 84 લાખ યોનિઓના આવર્તમાં ફસાયો જીવ એમાં ને એમાં જ ભમ્યા કરે છે, બિચારો બહાર નીકળી જ શકતો નથી. સંસાર સમુદ્રમાં પાણી ક્યું છે ? તો કે કર્મરૂપી મેલું પાણી છે. સમુદ્રમાં હંમેશાં માટે પાણી, એમ સંસારમાં હંમેશાં માટે કર્મ. અનાદિ અનંતકાળથી જીવ સંસારમાં, તો જીવ સાથે કર્મ પણ અનાદિ અનંતકાળથી છે. તે કર્મરૂપી પાણી મેલું છે, એટલે જ જીવના શુદ્ધ સ્વરૂપને એણે અશુદ્ધ કરી નાખ્યું છે. એ અશુદ્ધ સ્વરૂપ તો જ મીટે કે જો કર્મનો સંબંધ મિટાવી દે. પાછું આ જીવને સંસાર-સમુદ્રમાં ભટક્યા કરવામાં પ્રિય વિયોગ અને રાગરૂપી મગરમચ્છોની સતામણી ઘણી ! ગમતી વસ્તુઓના વિયોગ ચાલ્યા જ કરે છે, જેથી જીવને સંતાપ સદા ચાલ્યા જ કરે છે. હમણાં એક વિયોગ, તો પછી વળી બીજીનો વિયોગ. પ્રિય ગમતું હતું એટલે એના જતાં સહેજે બળવાનું જ થાય. ત્યારે સંસારમાં ગમે તેટલું સુખ મળો પણ આ સંતાપ જો સતાવ્યા જ કરતા હોય, તો શુદ્ધ સુખ-આનંદની ક્ષણ કેટલી ? અને સંતાપની ક્ષણો કેટલી ? વિવેકીને એટલા જ માટે સંસાર પરથી આસ્થા ઊઠી જાય છે. એના પ્રત્યે અભાવ થઈ જાય છે, પછી ભલે સંસારમાં રહેવું પડ્યું હોય તો ય તે અભાવથી રહે છે. “ભરતજી ! મનહી- વૈરાગી'નો અર્થ આ છે. સંસાર પ્રત્યે ઉમળકો નહિ. પણ અભાવ હોય. પ્ર.- વૈરાગી ખાય-પીએ-ભોગવે તો બધું, છતાં વૈરાગી શી રીતે ? ઉ.- મોટી કરોડપતિ શેઠાણીને એકનો એક યુવાન પરણેલો પુત્ર અકસ્માતમાં એકાએક મરી જાય, તો પછી શું એ ખાતી પીતી કે બીજા સુખ ભોગવતી નથી ? પણ કેવા દિલે એ બધું કરે છે ? કહો, એ ખાનપાન આદિના બધા પદાર્થ એના દિલને જાણે ખાવા ધાતા હોય ! એવા લાગે. વારેવારે દિલને એમ લાગ્યા કરે કે “બળ્યું આ ખાવાનું ! ને બળ્યું આ ભોગવવાનું ! બળ્યો આ બંગલો ! ને બળી આ મોટર ! મારે તો હૈયાના પ્રાણરૂપ, હાય !, મારો દીકરો ચાલી ગયો !" એવું વૈરાગીને ખાય, પીએ, બધું, પરંતુ જાણે એ ખાવા ધાતું હોય એમ લાગે; બધું ય બળ્યું લાગે ! આ કર્મ ! તારી ગતિ ન્યારી 357