________________ ઓછી થઈ જાય છે, તેમજ મૃત્યુ ક્યારે ત્રાટકી પડે એનો ય ભરોસો નથી. આ સ્થિતિમાં ધર્મ ભવિષ્યના વાયદે કરવાનો રાખીએ તો ઠગાઈ ન જઈએ ? ધર્મની સાધના ક્યારે કરવાની ? અને કેવી સાધના કરવાની ? એટલે જ જ્ઞાનીઓ જે કહે છે કે જયાં સુધી ઇન્દ્રિયો આંખ, કાન, જીભ વગેરે સીદાતી ન થાય, દૂબળી ન પડી જાય, તેમજ જ્યાં સુધી સંયમ પાળવાનું જોમ-સામર્થ્ય હયાત છે, તથા જ્યાં સુધીમાં મોતનો હલ્લો નથી આવ્યો, ત્યાં સુધીમાં અમારે સંયમ ધર્મ જ આરાધી લેવો એ શ્રેયસ્કર છે.” તરંગવતીના આ વૈરાગ્ય-નીતરતા બોલ સાંભળી બંને શેઠિયાઓને ખાતરી તો થઈ ગઈ કે “આમનો વૈરાગ્ય સમજપૂર્વકનો છે, અને હૈયામાં એ જડબેસલાક બેસી ગયેલો છે.” એમાં હવે ઋષભસેન શેઠ આશીર્વાદ આપે છે. | ‘ફૅવિયોર હિwifમ નિત્થર૬ મUવિહિ' અર્થાત ઇન્દ્રિયોરૂપી ચોરોથી વ્યાપ્ત આ સંસારરૂપી વનમાંથી નિરાબાધપણે પાર ઉતરી જજો એવી અમારા અંતરની આશિષ છે. 27. ધનદેવની દલિલોનો પર્દાફાશ ત્યારે પમદેવના પિતાજી સાર્થવાહ ધનદેવશેઠ પદ્મદેવને સમજાવવા માટે કહ્યું? શું કોઈએ ઠપકો આપ્યો ? તમારો તિરસ્કાર કર્યો ? અથવા શું કોઈ એવું અજુગતું દીઠું ? હજી તો તમે ઘરેથી આનંદમંગળમાં ઉદ્યાનમાં ફરવા આવ્યા છો, ત્યાં આ તમે એકાએક સંસારથી કેમ ઊભગી ગયા ? “જુઓ, તમે અહીં સંયમ પાળો તો તેથી તમારે દેવલોક જવાનું થાય, અને ત્યાંય પણ કામ ભોગો છે, વિષય-સુખો જ છે. એમાં પણ સારભૂત દેવીસ્ત્રીઓ જ છે; તો અહીં પણ તમને અપ્સરા જેવી સ્ત્રી મળી, તો સારા કામભોગો ભોગવી લો; ને યુવાની વીતી ગયા પછીથી ધર્મ કરજો ." ટૂંકી બુદ્ધિથી જોનારને આ વાત કેવી ગળે ઉતરી જાય ! એના મનને એમ થઈ જાય કે “આમે ય જયારે અત્યારથી ધર્મ કરીને ય આગળ પર તો દેવલોકમાં કામભોગોના વિષય સુખો જ ભોગવવાના છે, તો લાવ ને અત્યારે હાથવેંતમાં છે એ કામ ભોગો કાં ન ભોગવી લઉં ? ચારિત્રની નકામી ઉતાવળ શી કરવી ? કામ-ભોગોની ઉંમર વહી જાય, પછી ચારિત્ર લેવાનું તો છે જ ને ?' ટૂંકી બુદ્ધિવાલાને આમ ભ્રમણા થાય...અજ્ઞાનતાથી આ બરાબર લાગે, કર્મ ! તારી ગતિ ન્યારી 348