________________ આપણી પાસે સંયમ પાળવાની શક્તિ પહોચે છે, ને જ્યાં સુધી મૃત્યુ આપણને હરી જતું નથી, ત્યાં સુધી આપણે એ સંયમમાર્ગની આરાધના કરી લેવી, એ જ શ્રેયસ્કર છે. કેવી મજેની વાત કરી ! કુટુંબ સાથે રહીને વિષયોની સુખ-મોજ માણવાનું તો જીવને ગળથુથીમાંથી ગમે છે, પણ એનો અર્થ શો ? રજાનો દહાડો છે, કુટુંબ સાથે બેસીને નાસ્તો ઉડાવ્યો, ચાર ભજિયાં ખાધાં, ચાર ખમણ ખાધાં, ચા પાણી ઉડાવ્યા, આનો કેટલો આનંદ ? રાખ ને ધૂળ. એક ભજિયું કે એક ખમણ ખાધું પણ એનો સ્વાદ 2-4 મિનિટ પણ ટકતો નથી ! એટલે તો તરત બીજું ભજિયું કે ખમણ ખાવા જોઈએ છે. મોંમાં બેનો ભેગો ય સ્વાદ ઊભો રહેતો નથી. “ખા ગયા, ખો ગયા'ના ખેલ છે. એમ બીજા વિષયોમાં ય શું છે ? ભોગવતા સહેજ સુખનો વિજળી-ઝબૂકો ! પણ પછી એ તરત ઊડી ગયો! એમાં શું સુખ માનવાનું? ત્યારે કોઈ કહે છે, પ્ર.- પણ સાહેબ ! પ્રેમાળ કુટુંબ સાથે બેસીને આ વીજ ઝબૂકાનાં સુખ અનુભવવાની ય કોઈ અનેરી મજા છે ને ? ઉ.- તરંગવતીના શબ્દોમાં આનો જવાબ છે, કે 1. “ભોગા ખણમિત્ત સુહા, 2 વિવાગ-કડુયા, 3 બહુ-દુખો ય કુટુંબો.” (1) ભોગોમાં ક્ષણમાત્ર આનંદ ! (પછી ઇન્દ્રિયો લુખી ને ભૂખારવી !) (2) એના પાછા સરજાયેલ પાપોના વિપાક ભૂંડા ! અને (3) કુટુંબના કારણે બહુ દુઃખો ! જો આ બરાબર હૈયે વસી જાય, તો પછી બોલો કુટુંબ સાથે બેસીને વિષયોની મોજ ઉડાવવામાં બુદ્ધિમત્તા લાગે છે ? તરંગવતી એટલે જ કહે છે “ક્ષણમાત્ર સુખ દેખાડનારા ભોગોનો અમે ત્યાગ કરી દીધો છે. બાકી જે કુટુંબ સાથે રહીને વિષયવિલાસના સુખ માણી લેવાનું આપે કહ્યું, એ કુટુંબ તો બહુ દુ:ખરૂપ છે. જીવને રોજિંદા જીવનમાં ય કુટુંબના જ કારણે કેટલીય ચિંતાઓ, કેટકેટલા સંતાપ ટોણાં-મેણાં અપમાનઅવગણના વગેરે અહીં સહન કરવા પડે છે; ને પાપોના વિપાકો પરલોકે તો તેથી જ કુટુંબ અને વિષયોનો અમે ત્યાગ કરી સંયમ માર્ગ સમજપૂર્વક લીધો છે. અને એક વાત કહું. આપે અમને યુવાનીમાં વિષયસુખો ભોગવી લેવા કહ્યું, પરંતુ યુવાની વીત્યે ઇન્દ્રિયો દૂબળી પડી જાય છે, શરીરશક્તિ પણ 348 - તરંગવતી