________________ ચારિત્ર એ તો મનુષ્ય-જન્મનો સાર છે.' એ કમાઈ જ લેવો જોઈએ. સાર કમાઈ લે એ બુદ્ધિમાન છે. પરંતુ મોહની રાજધાની સમી યુવાની તમને ઠગી ન જાય, ખીલતી યુવાનીમાં મોહના વિકારો સંયમની વિરાધનામાં પાડી ન દે, એટલા માટે પહેલા માળેલા મનગમતા વિષયો યુવાનીમાં ભોગવી લઈ, પછી સંયમમાર્ગે જજો. તરણતારણ સંયમમાર્ગે જવાનો અમારો નિષેધ ન હોય; માત્ર સંયમ-માર્ગે મોહના વિકારોથી વિરાધના ન થાય, તેથી વિકારની વય વહી જાય પછી પ્રૌઢ વયે સંયમ લેજો. એમ સંયમ લેવામાં જોખમ નહિ.” કેવો અનુકૂળ ઉપસર્ગ ! માબાપ લલચાવે છે. પ્ર.- તરંગવતી-પપ્રદેવ ખીલતી યુવાનીમાં છે. એમને ઇન્દ્રિયોના મનગમતા વિષયો મળ્યા છે. એમાં વડીલની આ સલાહ મળે, એટલે વૈરાગ્ય માર્ગેથી પાછા ફરી જવાનું સહજ ન બની જાય ? ઉ.- ના, અહીં તો બંનેએ જીવનમાં વૈરાગ્યપ્રેરક ઘણું ઘણું જોયા પછી એમના કાન પર આ મોહની અનુકૂળ વાતો આવે છે, ત્યાં પેલી યાતનાઓ નજર સામે હોય એટલે, એમ કાંઈ એ શાના ડગે? એ ડગી જાય એવા નથી. એમને તો પેલી પલ્લીમાં અનેક સારા માણસો જેવા કેદીઓની દુર્દશા, અને વિશેષ પોતાના પર વરસેલી ભયાનક દુર્દશા, તથા નિશ્ચિત થઈ ગયેલ નિકટમાં જ ક્રૂર રીતે કપાઈ મરવાની આગાહી નજર સામે તરવરે છે, પછી એ શાના વૈરાગ્યમાંથી ચલિત થઈ જાય ? તરંગવતીનો વૈરાગ્યપૂર્ણ ઉત્તર : એ તો કહે છે, “મહાનુભાવ ! તમે જે યુવાનીમાં ભોગ સુખો કહ્યા, એ તો ખરજવાની ખણજ ખણવા જેવા ક્ષણિક સુખો છે. પણ એના વિપાક ભયંકર છે ! કેમકે વિષય-ભોગના ગુનાથી ઊભા થતાં પાપ અને પાપાનુબંધોથી નરકાદિ દુર્ગતિઓની જેલમાં પૂરાવું પડે છે. એ જેલોની હારમાળામાં પૂરાઈ જવું પડે તો ત્યાં ભયાનક દુઃખોમાં કેવું રીબાવું પડે ? અહીં એક જનમ વિષય ભોગની ભૂલ કરી નાખી, પછી અનેક જનમ દુર્ગતિઓના લેવા પડે ! એમાંથી કોઈ જ બચાવનાર ઉદ્ધારનાર મળતું નથી ! તો એવા ક્શ માત્ર સુખ દેખાડનાર ને પરિણામે ભયંકર દુઃખોમાં રીબાવનારા એવા વિષય સુખમાં કોણ બુદ્ધિમાન આકર્ષાય ? તરંગવતીની સમજ શી ખોટી છે ? સનતકુમાર ચક્રવર્તી, અબજોપતિ થાવસ્યાકુમાર, રોજની નવી દેવતાઈ - તરંગવતી 346