________________ ત્યાગ કરી દે એ દુઃખદ લાગે છે, ઉતાવળિયું સાહસ લાગે છે, પણ ખૂબી કેવી કે કોઈ તેવા વિષમ સંયોગમાં ત્યાગ કરે એ સાહસ કે એ વિચિત્ર નથી લાગતું! શ્રીમંતને પરણાવેલી દીકરી પરણીને 2 વર્ષમાં રાંડે, એ વિચિત્ર નહીં? દેશાવર ગયેલો નવયુવાન દીકરો વાહનના અકસ્માતમાં માર્યો જાય યા એને કોઈ ડાકુ, કોઈ નકસલાઈટ ઉપાડી જાય, એ કશું સાહસ નહિ ? મા-બાપ અને કુટુંબ ઉદ્યાનમાં : જ્યાં બંને શેઠિયાઓ પરિવાર સાથે નગરની બહાર ઉદ્યાનમાં દોડતા આવ્યા, ત્યાં પરિવાર તો આમને સાધુવેશમાં જોઈ મોટી પોક મૂકીને રડી પડ્યો; અને બંને શેઠિયા તો એકાએક બેભાન થઈ ગયા ! એમાં ય સુકોમળ તરંગવતીને સાધ્વી બનેલા જોતાં વિશેષ ચોંકી ઊઠ્યા ! જાણે ખબર નથી કે આ સંસારના રંગઢંગ કેવા? આ સંસારના રંગમંચ ઉપર ખેલતા જીવો જન્મ જન્મ નવનવા અજાણ્યા સ્નેહીઓના સંબંધમાં આવે છે, “તું મારો, હું તારો,' “તું મારી, હું તારો,'...એમ નવા નવા હિસાબ ઊભા કરે છે, ને પછી એની જ પાછળ શોક-પોક-રુદન ચાલે છે ! કારમાં હિંસા-પરિગ્રહાદિ પાપો કરશે, કષાયો કરશે, તો તે પણ એની જ પાછળ ! પણ પછી મરીને એમને મૂકી નવો ભવ ! હવે ગત ભવના સગા-સ્નેહી સાથે કશો સંબંધ નહીં ! કશું કોઈને યાદ પણ કરવાનું નહિ ! આવી સંસારી જીવની વિચિત્ર અને ગુલામીભરી દુ:ખમય સ્થિતિ જોઈને જ જ્ઞાનીઓ આવા અસાર સંસાર પર વૈરાગ્ય લાવવાનું કહે છે. અહીં બંને શેઠિયાઓ સંસારની દુર્દશાને સમજનારા છે, તેથી અજ્ઞાન પરિવારની જેમ ચીસો પાડીને રોવા નથી બેસી જતા. જિનવચનથી ભાવિત થયેલી યાને જિનવચનથી રંગાયેલી મતિવાલા છે, એટલે સમજે છે કે “સંસારમાં આવું બધું અણઘટતું બને એમાં કશી નવાઈ નથી.' આમ તત્ત્વસમજ છે, પરંતુ રાગદશા છે, તેથી આંખમાં ઝળઝળીયાં આવી જાય છે. તરંગવતીના માતાપિતા આંસુને માંડ રોકતાં કહે છે, શેઠ શું કહે છે? : “આ તમે યુવાનીના ઉદયમાં, જયારે તોફાની યૌવન ખીલવા માંડ્યું છે ત્યારે, આ સાહસ શું કરી નાખ્યું ? સાધુપણાના આચાર અને ગુણો પાળવા બહુ કઠિન છે ! કેમકે, યુવાન વય તો વિકારોની ખાણ છે એમાં વિકારો જલદી ઊઠે. એવા વિકારોના ઝંઝાવાતમાં રખે તમે ચારિત્ર-સંયમની વિરાધના કરી નાખો તો ? માટે અમારે તો એટલું જ કહેવું છે કે આ કર્મ ! તારી ગતિ ન્યારી 345