SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ આપીને આ કહ્યું કે “તમે બા-બાપુજીને આ આપજો ને કહેજો કે અમે ભવ ભવ ભટકવાથી ત્રાસી ગયા છીએ; એટલે સંસાર-ત્યાગ કરી ચારિત્રમાર્ગ સ્વીકારી લઈએ છીએ,” ને સાધુવેશ લઈ લીધો, ત્યાં નોકર માણસો ચીસ પાડી ઊઠે છે, “હાય ! હાય ! આ તમે શું કરો છો ?' એવી ચીસો પાડી રડારોળ કરવા લાગી ગયા. તરંગવતી-પમદેવના પગમાં પડી ગયા, અને રોતાં કકળતાં કહે છે, “હે નાથ ! નાથ ! અમને અનાથને તરછોડશો નહિ. તમે જો ઘર છોડી જાઓ, તો પછી તો અમને ઘરમાં અમારી આંખોને ઠારનારું તમારું પ્રિય મધુરું દર્શન જ ન મળે ! વાસ્તુ મહેરબાની કરો, ઘરમાં જ રહી જાઓ. હમણાં સાધુ થવાની વાત ન કરશો. ઓ પ્રભુ ! પ્રભુ ! દયા કરો અમ સેવકો પર.' એમ કરી નોકર-વર્ગ કરુણ રુદન ને વિલાપ કરે છે, ને ઘરે પાછા ફરવા વારંવાર કાકલૂદીભરી વિનંતી કરે છે. પરિવાર-રુદન પર કેમ ન પીગળ્યા? : કેશ ગૂંચનમાં ક્લેશ લૂચન : પરંતુ અહીં તો આ બંનેને પાકા વૈરાગ્ય પર ત્યાગ લેવો છે. તેથી પરિજનની એવી કરુણ વિનંતિઓની શી અસર ? કશી જ નહિ. એ તો પમદેવ ત્યાં પોતાના માથાના કેશનો લોચ કરી નાખે છે ! અને આ જનમનો ઉપકાર માને છે કે જેમાં શીરકેશના લંચનમાં સંસાર-ક્લેશોનું લૂચન કરવા મળે છે. “અહો અહો ! કેવો સુંદર આ આર્ય માનવજનમ ! અને કેવો ઉત્તમ આ વીતરાગનો સંયમ-ધર્મ ! જેમાં કેશનો લોચ એ માત્ર કેશ-લૂચન નથી, પરંતુ રાગદ્વેષાદિ ક્લેશોનું પણ લૂચન છે !" તરંગવતીની સંયમ-માગણી : તરંગવતી પણ મુનિના ચરણે નમસ્કાર કરીને વિનંતી કરે છે, ‘ભગવંત ! તો આપ મારા પર પણ કૃપા કરો, હું પણ મારા પ્રિય પતિની સાથે સંસારના દુઃખોથી છુટકારો જ ઇચ્છું છું, અને સંયમ વિના સંસારના દુઃખોથી છુટકારો નથી તો મને પણ સંયમ આપવાનો અનુગ્રહ કરો, મહેરબાની કરો.” | મુનિ સંમત થયા, એટલે તરંગવતીએ પણ પોતાના મસ્તકેથી કેશનો લોચ કરી નાખ્યો. મુનિએ ત્યાં બંનેને સર્વપાપ-ત્યાગનાં અર્થાત સર્વવિરતિ સામાયિકનાં પચ્ચકખાણ કરાવ્યાં, કે જેમાં સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવની પણ હિંસા જાતે નહિ કરવાની, બીજા પાસે કરાવવાની પણ નહિ, તેમજ હિંસા કરનારાની અનુમોદના ય નહિ કરવાની, એમ જૂઠ વગેરે પાપોનો ત્રિવિધ ત્યાગ; એવાં 34 2 - તરંગવતી
SR No.032828
Book TitleKarm Tari Gati Nyari Tarangvati
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year2015
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy