________________ ગયો, મનને લાગી ગયું કે “માથે લટકતી મોતની તલવાર નીચે હવે શા સંસારસુખના અભરખા રાખવા ? મોતથી એકાએક ઢળી જઈએ એ પહેલાં જ તપ-સંયમધર્મની આરાધનામાં જ લાગી જઈએ.” એમ ધર્મનો ઉત્સાહ વધી જવાથી અમે વિશ્વાસપાત્ર નોકર વર્ગના હાથમાં અમારા શરીર પરનાં અલંકાર ઉતારીને આપી દીધા અને એમને કહ્યું કે “તમે જાઓ, અને અમારા તરફથી માતાપિતાને એમ કહેજો કે, સાધ્વી તરંગવતીનો માતાપિતાને સંદેશો “આ સંસારમાં અનેક પ્રકારની અધમ યોનિઓમાં કરવા પડતા રઝળપાટથી અમે થાકી ગયા છીએ. હવે ભવમાં ભટકવાનું અમને જરાય મન નથી, અને ભવભ્રમણથી બચાવનાર એક માત્ર તપ અને સંયમ ધર્મ છે; તેથી અમે એ માર્ગ સ્વીકારી લઈએ છીએ. મૃત્યુની અનિશ્ચિતતામાં અમે હવે સંયમ અને તપની આરાધના કાળના ભરોસે રાખવા માગતા નથી. આમે ય પેલા ચોરોની પલ્લીમાં કપાઈ મર્યા હોત, તો તો સંયમની સાધના વિના ગયા જ હોત ને ? એ તો ભાગ્યયોગે જીવતા રહી ગયા ! તો હવે જીવતા રહીને અમારે પાપ પોષવા નથી; ધર્મની આરાધના જ કરી લેવી છે; તેથી અમે સંયમમાર્ગ અંગીકાર કરીએ છીએ. તમો સૌની પ્રત્યે અમારાથી આજ સુધી જે કોઈ અવિનય આદિ અપરાધ થયો હોય, એની અમે ક્ષમા માગીએ છીએ. અમારા પ્રમાદ-ભાવથી થયેલ ભૂલોની ક્ષમા આપજો ." | મુનિના જીવન-વૃત્તાન્ત તરંગવતી-પપ્રદેવનાં હૈયા કેવાં હચમચાવી નાખ્યા હશે કે અહીં ઉદ્યાનમાં વસંતઋતુની મજા જોવા માટે ફરવા આવેલા. તે હવે મનને કશો સવાસલો કરતા નથી કે “આ મુનિનું જીવન સાંભળીને તો એમજ લાગે છે કે “સંયમ વિના જીવનો ઉદ્ધાર નથી, તેથી દીક્ષા તો લઈ જ લેવી છે. પરંતુ પહેલાં સાધુમહારાજનો પરિચય સાધીએ, અને ધીમેધીમે ધર્મમાં આગળ વધતા જઈએ, બે વરસ સાધુમહારાજનો પરિચય અને ધર્મનો બરાબર અભ્યાસ કરી લઈએ પછી સંયમ માર્ગે ચડીશું. બાકી મહારાજ કહે હમણાં ઝટોઝટ દીક્ષા લઈ લો, તે કાંઈ એમ દીક્ષા લેવાય નહિ. નહિતર જો આંધળિયા કરીએ, ને પછી ન ફાવ્યું તો આઘા જઈને પાછા પડવાનું થાય. એમાં તો પછી ન ઘરનાં ને ન ઘાટનાં રહીએ.” આવો સવાસલો ન કરતાં એમણે તો ‘તરત દાન ને મહાપુણ્ય'નો સોદો અપનાવી લીધો. તરંગવતીના નોકરોની ચીસ : તરંગવતીએ જ્યાં નોકર માણસોને દાગીના કર્મ ! તારી ગતિ ન્યારી 341