________________ પેલા મુનિ કહી રહ્યા છે કે, “પૂર્વના પારધીનાં અવતારમાં પારધીપણામાં પણ બાપે સમજાવેલ દયાનાં કુળધર્મનું હું પાલન કરી રહ્યો હતો, અને સાથે અજ્ઞાનતાવશ પારધીપણું પણ આચરી રહ્યો હતો. મારે વનરાજિ નામની ભાર્યા હતી. શિકારે નીકળતો ત્યારે દેવીને નમસ્કાર કરીને નીકળતો, જેથી મને શરીરે કાંઈ વાંધો ન આવે, અને મારું કામ સફળ થાય.” પારધીપણાનું ખ્યાન: “એમાં એકવાર હું શિકારે નીકળેલો એમાં, ગંગા નદી પર એક હાથી આવેલો જોયો. ઝાડ પર ચડી મેં એનો શિકાર કરવા એના પર સણસણતું બાણ છોડ્યું. બાણનો ઘા એવો હતો કે જો એ સીધું હાથી પર ટકરાયું હોત, તો હાથી ત્યાં ઊંધો પડી જાત. પરંતુ એના સદ્ભાગ્યે એના સુધી બાણ પહોંચતાં પહેલાં, વચમાં ઊડતા એક ચક્રવાક પંખેરા ઉપર બાણ ટકરાયું, ને બિચારું એ ચક્રવાક પક્ષી બાણથી વિધાઈને બાણ સાથે નીચે ગંગાનદીમાં પાણી પર પડ્યું ! એ વખતે ત્યાં ચક્રવાકી પોતાનાં પ્રિયને ઘવાયેલો જોઈ અત્યંત શોકથી ચક્રવાકના કલેવર ઉપર આવી, માથું પછાડી કલ્પાંત કરવા લાગી ! ચાંચમાં બાણ પકડીને ખેચવા જાય છે પરંતુ બાણ ન ખેંચાતાં, ઘવાયેલું શરીર કિનારા તરફ આવતું જાય છે, એનો કલ્પાંત જોઈ મને દયા આવી ગઈ કે “અરેરે ! આ બિચારી કેટલી તરફડે છે ! હાય ! હાય ! મેં આ શું કર્યું? જોડલું નદી પર ઊડતું ક્રિીડાથી આનંદ મંગલ કરી રહ્યું હતું, એમાં ચક્રવાકને મારીને મે હાય ! બંનેના આનંદમાં ભંગ પાડ્યો ! અને ચક્રવાકીને ભયંકર શોક-સંતાપમાં નાખી દીધી ! પિતાજીએ કહેલા નિયમનો ભંગ થયો. ઝાડ પરથી ઊતરીને હું તરત ત્યાં પહોંચ્યો. ચક્રવાકને હાથમાં લઈને બાણ ખેંચી કાઢ્યું, અને પક્ષીને કિનારા પર મૂક્યું. પણ તે મરી ગયું હતું. મને થયું કે “આ મેં ભયંકર પાપ કર્યું, પિતાજીએ ખરેખરી શિખામણો આપી હતી એનું મેં ઉલ્લંઘન કર્યું. હવે મારે એનું પ્રાયશ્ચિત્ત કરવું પડે. પ્રાયશ્ચિત્ત બીજું તો શું કરે ? પરંતુ લાવ, ચક્રવાકના મૃતદેહનો અગ્નિસંસ્કાર કરું ! એમ કરી હું મરેલું શરીર ત્યાં મૂકીને જંગલમાં લાકડા લેવા ગયો. લાકડા ખૂબ જ લઈ આવ્યો અને ત્યાં આવ્યો ત્યારે જોઉં છું તો ચક્રવાકી મડદા પર માથા પછાડીને ભારે કલ્પાંત મચાવી રહી છે ! મારે પણ દુ:ખનો પાર રહ્યો નહિ. 31 ર - તરંગવતી