________________ માટે કુળધર્મને સારી રીતે પાળતો રહેજે, અને તારું કાર્ય સાધતો રહેજે; તેમજ આ કુળધર્મ તારા પુત્રોને પણ સમજાવજે.” પારધીમાં દયા આર્યદેશનો પ્રતાપ : પારધી જેવામાં પણ દયાભર્યા આ કેવાક કુળધર્મ ! એનું કારણ આર્યદિશમાં સર્વત્ર દયા પ્રસરેલી છે. એટલે જ કસાઈનાં કામ કરનારો પણ કૂતરાને રોટલો નખાવે છે. અહીં આ પારધી છતાં એના હૈયામાં નિરાધાર બનેલા કે નિરાધાર બનતા ઉપર દયા ઊભરાય છે ! ત્યારે વિચાર આવે કે, જે વણિકને પોતાના આર્યધર્મ કે જૈનધર્મની કશી જ પરવા કે ગરજ નથી ! પરદ્રોહ, બીજા પર અતિક્રૂરતા વગેરેથી તો પોતાનું હૃદય અત્યંત નિર્ગુણ અને કાળુ મેંશ કરે છે ! જેનાં પરિણામમાં ભયંકર નરક-તિર્યંચ ગતિઓમાં ભવોના ભવો રઝળપાટ કરવાનું આવીને ઊભું રહે છે ! કેમકે આત્મામાં એવી અત્યંત ક્રૂર નિર્દયતાનાં ચીકણા સંકુલેશમય અશુભ અનુબંધો એવા ઊભાં થાય છે કે જે જનમ-જનમ ભયંકર પાપબુદ્ધિ, ક્લિષ્ટ કાળી લેશ્યા, અને કૂર પાપિચ્છ આત્મ-પરિણતિ ઊભી કરે છે. ત્યારે પારધીમાં પણ જે કુળધર્મ બજાવે છે, એનું પાલન કરતો રહે છે, એ આમ તો પારધીનાં કામ કરતો દેખાય, છતાં અવસરે એના કુળ ધર્મનાં પાલનના પ્રભાવે એનો ઉદ્ધાર થઈ જાય ! જે અહીં આ પારધીમાં આગળ જોવા મળશે. પારધી તરે ! ને વાણિયો ડૂબે !" કેવુંક આશ્ચર્ય ! પર દ્રોહ, બીજા પર અતિ ક્રૂરતા, અને નિષ્ફર હૃદય વગેરેથી જે દુન્યવી લાભ મળે એ તો માત્ર પાંચ પચાસ વર્ષનું ટકનારું, પરંતુ પછીથી અસંખ્ય વર્ષો અને અગણિત જન્મો સુધી નરકાગારની વેદના ભોગવ્યા કરવાનું થાય ! ત્યારે ત્યાં માણસને વિચાર આવવો જોઈએ કે “આ કૂર કર્મો કેટલા વર્ષની જિંદગી જીવવા માટે ? ને પછીનો અત્યંત દુઃખમય અસંખ્ય અનંત વર્ષોનો કાળ શે” પસાર થાય ? માટે એવા ક્રૂર કર્મો કોઈ કરો નહીં. રાજા શ્રેણિક એક ગર્ભિણી હરિણીનો શિકાર કરીને ફૂલ્યા કે “ચાલો એક સાથે કેવોક બે જીવનો શિકાર કર્યો !' તો એમાં પહેલી નરકનું 84 હજાર વર્ષનું અગ્નિમાં શેકાવા, વગેરેનાં રૌરવ નરકનાં દુઃખ વેઠવાનાં ઊભા થયા ! ત્રિપૃષ્ઠ વાસુદેવ, બ્રહ્મદત્ત ચક્રવર્તી, મમ્મણશેઠ, વગેરેએ અતિ કઠોર નિષ્ફર હૃદયથી ક્રૂર કર્મો કર્યા...તો અહીં સુખ અલ્પકાળ પણ પરભવે સાતમી નરકનાં 33 સાગરોપમનાં અસંખ્યાતા વર્ષોની નરકાગારની વેદનાઓ ભોગવવી પડી. કર્મ ! તારી ગતિ ન્યારી 311