________________ માણસ જો આ સાવધાની રાખે તો કથા-વાંચન કે શ્રવણ એમજ ગબડાવતો ન જાય, કિન્તુ એક એક પ્રસંગ ઉપરથી એવા નિર્મળ અધ્યવસાય કરવાનો બોધપાઠ લેતો જાય, ને પોતાના મલિન અધ્યવસાયો કેમ ઓછા થતા જાય, એનો બોધપાઠ લેતો જાય એટલા જ માટે આપણે સારસિકાએ કરેલા વર્ણન પર વિહંગાવલોકન કરીએ છીએ, જેમાંથી અમૂલ્ય બોધપાઠ મળે એવો છે. દા.ત. સારસિકાએ વિશ્વાસભંગ કર્યો ? : તરંગવતી રાતના ભાગી ગઈ એ વાત સારસિકા જાણતી હતી પણ છતાં એણે રાતભર એ વાત છૂપાવી રાખી અને ઘરના વડીલને એ વાત કરી નહીં. અહીં સારસિકા શેઠનો પગાર ખાતી હતી તો શું એની ફરજ નહોતી કે એણે શેઠની નોકરીની રૂએ શેઠના વિશ્વાસનું પાલન કરવું જોઈએ ? અને શેઠને વાત જણાવવી જોઈએ ? અલબત સામાન્ય પ્રસંગોમાં નાનડિયાની કે નોકર માણસની આ ફરજ રહે જ કે વડીલને એવી કોઈ બાબતમાં અંધારામાં નહીં રાખવા જોઈએ.” તો જ એણે પોતાના હોદ્દાની રૂએ વિશ્વાસનું પાલન કર્યું કહેવાય. દાસીએ વિશ્વાસભંગ ન કર્યાનું રહસ્ય :પ્ર.- તો પછી વિશ્વાસપાત્ર સમજદાર દાસીએ આમ કેમ કર્યું ? ઉ.- એનું સમાધાન એ છે કે દાસીએ પ્રસ્તુત પ્રસંગ બહુ જ ગંભીર તરીકે જોયો હતો. એણે જોયું છે કે શેઠને વાત કરવામાં શેઠ તાબડતોબ માણસો દોડાવી, તરંગવતી શોધી કઢાવી, પાછી ઘરે લાવે,- એમ બનવા સંભવ છે, ને એમાં તો પછી તરંગવતી પ્રિયનો સમાગમ મળવાની નિરાશામાં આપઘાત કરે એવી છે; કેમકે શેઠે પહેલાં જ ઘસીને પમદેવને કન્યા આપવાની ના જ પાડેલી છે. એટલે જો તરંગવતી નિરાશ થઈને આપઘાત કરવા જાય તો એમાં શેઠને અને સહુને પાછળથી વસ્તુ સ્થિતિ જાણવા મળતાં મોટો પસ્તાવો થાય, અરે ! જીવનભરના હૃદય-સંતાપ ઊભા થાય ! અને તરંગવતી અમૂલ્ય માનવજન્મ ધર્મસાધના વિના ગુમાવી નાખે !" આ બધા મોટા અપાય યાને અનર્થ ન બને એટલા જ માટે દાસીએ નાના વિશ્વાસભંગનું પાપ વહોરીને પણ એ રહસ્ય શેઠની આગળ કહ્યું નહિ, એટલે કે એનાં ભાગી જવાની વાત તત્કાલ કરી નહીં, કે જેથી શેઠ તત્કાલ તાબડતોબ તરંગવતીનો પીછો પકડીને એને પાછી લાવવાનું કરે, ને એમાં આ બધાં મહાઅનર્થો ઊભા થાય. 296 - તરંગવતી