________________ દુર્ગતિઓ કોની સામે તાકે છે ? : પાપપ્રવૃત્તિઓમાં જ રાચતા નાચતા જીવો સામે તો જાણે દુર્ગતિઓ તાકીને રહી હોય છે કે “સાચા ઢોંગી ધૂતારા જીવડાઓ ! અહીં આવી જાઓ ! તમારા જેવાની અને દુર્ગતિઓ રાહ જ જોઈએ છીએ !" સરિયામ ધૂમ સાંસારિક પ્રવૃત્તિઓ અને ભરચક હિંસામય આરંભ સમારંભો તથા અનેક પ્રકારનાં વિષય વિલાસો સદ્ગતિમાં શાના લઈ જાય ? પ્રબળ શ્રદ્ધા જોઈએ કે,- સગતિ તો ધર્મથી જ મળે, ધર્મ આચરણથી મળે, ધર્મસેવનથી અને ધર્મની પ્રવૃત્તિની જીવન વ્યાપિતાથી મળે. આજનાં ધરખમ આરંભ સમારંભ જૂઠ અનીતિ વિષય વિલાસો અને એના પોષક ક્રોધ લોભાદિ કષાયોની પુષ્કળ પ્રવૃત્તિથી રિબાઈ રહેલા બિચારા પામર જીવોની દયા ખાવા જેવી છે, અને એમને ભરચક ધર્મપ્રવૃત્તિમાં જોડવા જેવા છે. એ તો જ પામે કે વ્યાખ્યાનોમાં ઉપદેશોમાં આના પર વારે વારે ભાર મૂકાય કે ધર્મ ખૂબ ખૂબ કરતા રહો, તો સુખી થશો, નહિતર નર્યા અઢાર પાપસ્થાનકનાં ભરચક આચરણોથી દુર્ગતિમાં ફેંકાઈ જઈ દુઃખી મહાદુઃખી પરમદુ:ખી બની જશો. પેલી સારસિકાએ તરંગવતની આગળ એના ભાગી ગયા પછી બંને કુટુંબોની જે કરુણ દુર્દશા થયેલી એનું જે વર્ણન કર્યું એ હૈયાને હચમચાવી નાખે એવું હતું. છેવટે એ કહે છે - જ્યારે દિવસો પછી પેલા કુભાષહસ્તિ નોકર દ્વારા તમારો પત્તો મળ્યો, ત્યારે સૌનાં હૈયાં હેઠાં બેઠાં અને પછી તો જે જે બન્યું તે તમે જાણો જ છો.' | કિંમતી માનવસમયનો પહેલો સદુપયોગ :જેમાં પહેલું તો આપણા અંતરના અધ્યવસાય, વિષયો પ્રત્યે વૈરાગ્ય વધારવાનાં કરવાના હોય; અથવા (2) ક્રોધલોભાદિ કષાયોનાં શમનના કરવાના હોય; યા (3) હિંસામય આરંભ સમારંભો તથા અસત્ય અન્યાય અનીતિ ચોરી વગેરે દુષ્કતો તરફ ધૃણાના કરવાના હોય; (4) દેવાધિદેવ-સર-સંઘ પ્રત્યે ભક્તિ પ્રીતિ બહુમાન વગેરે વધારવાના કરવાના હોય; યા (5) મૈત્રીભાવ, કરુણાભાવ, ગુણી ઉપર પ્રમોદભાવ અને પરની પંચાતી પ્રત્યે ઉપેક્ષાભાવના કરવાના હોય. કર્મ ! તારી ગતિ ન્યારી (1) 295