________________ કાંઈ નથી.” એમ બોલતાં બોલતાં સારસિકા રડી પડે છે. જીવની સંસારમાં રંજાડ પર બોધપાઠ : ખૂબી જુઓ કે આવા મોટા સુખી માણસોને પણ કર્મસત્તા કેવા રંજાડે છે ! એ કર્મની રંજાડ અનુભવવા છતાં જીવને સંસાર પર નફરત છૂટતી નથી ! “બળ્યો આ સંસાર ! જ્યાં આવી કઈ પ્રકારની કરુણ ઘટનાઓ ઘરે ઘરે એક યા બીજા પ્રકારે બનતી હોય છે, છતાં સંસાર પર નફરત કે અભાવ થતો નથી અને તરણ તારણ ધર્મનું શરણું લેવાનું મન થતું નથી ! ધિક્કાર પડો આવા જાલિમ મોહને કે સંસાર જીવને ભારે રંજાડે છતાં જીવને ધર્મ ન સૂઝવા દે ! એ તો કોક વિરલ કે આવી ઘટના દેખીને કે સાંભળીને, પછી ભલે તે બીજાને ત્યાં બની હોય તોય, એ જોઈને પોતે વૈરાગ્ય પામી જાય ! ધર્મમાં લાગી જાય ! સંસારની રંજાડમાં ખતમ થઈ જતા પહેલાં, પરલોક હિતકારી અને આ રંજાડને પડકારનારી ધર્મસાધના કાં ન કરી લેવી ? સગર ચક્રવર્તીના 60 હજાર પુત્રો અષ્ટાપદ તીર્થની રક્ષા કરતાં કરતાં દેવતાના ક્રોધના ખપ્પરમાં હોમાઈ ગયા ! એ પુત્રો પર વરસી પડેલી આપદા જોઈ સગર ચક્રવર્તી પોતે મોટી છ ખંડની ઠકરાઈ ઉપર વૈરાગ્ય પામી ગયા ! અને સંસાર ત્યાગ કરી ચારિત્ર માર્ગે ચડી ગયા ! સાધુ સુકોશલ, તે પૂર્વે રાજપુત્ર અને ઇક્વાકુ વંશની ગાદીએ પિતા કીર્તિધરના ચારિત્ર પછી બાલપણામાં રાજા બનેલા; તેમને “હવે એમાં પિતા રાજા કીર્તિધર સાધુ પાછા અહીં આવીને વૈરાગ્ય પમાડી સાધુ બનાવી ઉપાડી ન જાય,'એ માટે માતાએ નગરના દરવાજે દરવાજે સખત પહેરો રખાવેલો અને રક્ષક સિપાઈઓને તાકીદ આપેલી કે કોઈ પણ બાવા જોગી સાધુ સંન્યાસીને નગરમાં પેસવા જ દેતા નહીં. પરંતુ જ્યારે એકવાર ખુદ એ કીર્તિધર રાજામુનિ બહારથી વિહાર કરતાં આવીને નગરમાં પ્રવેશ કરવા જતા હતા, ત્યારે સિપાઈઓ એમને પેસવા ન દેવા રકઝક કરતા હતા. નાનારાજા સુકોશલ મહેલના ઊંચા ગોખમાંથી આ દશ્ય જોતાં ધાવમાતાને પૂછે છે કે ત્યાં દરવાજે આ શું ચાલી રહ્યું છે કે સિપાઈઓ કોઈ સાધુ મહારાજને નગરમાં પેસવા દેતા નથી? એની નાની ઉંમરમાં રાજા એને રાજા બનાવીને નીકળી પડેલા. તેથી એ બાપમુનિને ઓળખી શકતો નથી; એટલે જ ધાવમાતાને એણે આવો પ્રશ્ન કરેલો. ત્યારે ધાવમાતાની આંખમાં પાણી આવી ગયા ! અને ખુલાસો કરે છે કે, કર્મ ! તારી ગતિ ન્યારી 293