________________ માતા એટલું બોલતાં બોલતાં વળી પાછી ચોધાર આંસુએ ધ્રુસકે ધ્રુસકે રડી પડી; અને કરુણ રુદન કરતાં કરતાં શેઠને કહી રહી છે કે “એ મારી મહાગુણિયલ બાળકીને જો નહીં લઈ આવો, તો હું તમને કહી દઉં છું કે એના વિના જીવવા માટે હું સમર્થ નથી ! હું આપઘાત કરીશ ! હવે મારી દીકરી જોવા નહિ મળે, તો એક ક્ષણવાર પણ જીવતી રહી શકું એમ નથી; ભલે તમારે તમારા રોષમાં એની ઉપેક્ષા કરવી હોય તો કરો પણ હવે મારા જીવનની આશા રાખશો મા.” તરંગવતીને આ સાંભળતાં હૈયામાં ભારે દુઃખ સાથે આંખે પાણી આવી ગયા. સારસિકા આગળ કહી રહી છે, “આમ કરુણ રુદન સાથે શેઠાણીનું કરગરવાનું દેખીને શેઠ પણ પીગળી ગયા, વસ્તુસ્થિતિ સમજી ગયા, અને “ભલે તેમ કરું છું.” એમ કહી શેઠાણીને ઠંડા પાડવા કહે છે, તમે હવે રોવાનું મૂકી દો, હું તાબડતોડ ગમે ત્યાંથી તરંગવતીને પાછી બોલાવી લાવવાનું કરું છું,” એમ કહી એમણે પદ્મદેવના પિતા ધનદેવ સાર્થવાહને ત્યાં માણસો દોડાવ્યા, તપાસ કરો તરંગવતી ત્યાં છે કે કેમ ?" સારસિકા તરંગવતીને આગળ કહે છે, “પરંતુ ધનદેવ શેઠને ત્યાં ભાળ મળે ? એકલા માણસો જ પાછા નહીં પરંતુ સાર્થવાહ ધનદેવ પણ કુટુંબ સાથે અહીં દોડતા આવ્યા, અને બોલ્યા કે, અમારો પમદેવ પણ ઘરે છે નહિ, અને ક્યાં ગયો હશે, તેની અમે પણ શોધમાં છીએ ! ત્યાં ઋષભસેન શેઠે એમને તમો બંનેની જાતિસ્મરણ જ્ઞાન વગેરેની વાત કરી. હવે બંને શેઠિયાઓ તમો બંનેની તપાસ માટે ચારેકોર માણસો દોડાવે છે. દિવસ પર દિવસ જાય છે. છતાં તમારો કોઈ પત્તો મળતો નથી. ઊલટું મોકલેલ માણસો તપાસ કરતાં કરતાં રોજના રોજ નિરાશાના સમાચાર મોકલે છે કે હજી ભાઈ કે બેનનો પત્તો મળતો નથી. “ત્યાં બંને કુટુંબોમાં શોક કલ્પાંત અને રુદન ચાલ્યા કરે છે; કેમકે બંને કુટુંબના માત્ર એકએક સભ્ય જ નહિ, કિન્તુ નોકર પરિવારને પણ તમારા ઉપર સ્નેહનો પાર નહોતો અને પરિસ્થિતિ આટલી બધી વિકટ થઈ ગઈ છે કે સૌનાં મન દુઃખિત થઈ ગયા છે. ઘોડેસવારો દોડાવ્યા છતાં અને એ ચારેકોર દૂર દૂર ઘૂમતા ફરે છે છતાં તમારો પત્તો મળતો નથી. બધાને જાણે ખાવું હરામ થઈ ગયું છે ને ઊંઘ પણ હરામ થઈ ગઈ છે ! કલ્પાંત સિવાય બીજું 292 - તરંગવતી