________________ પરંતુ તે ત્યાં શેનું મળે ? પાણીની બ્રાંતિથી રણમાં હરણિયું ઝાંઝવા તરફ દોડાદોડ કરે છે; આખો દિવસ દોડે છે. પણ જો ઝાંઝવામાં પાણી જ નથી તો એને હોય તો મળે ને ? પાણીનું ત્યાં એક ટીપું પણ મળે શાનું? દાસી સવારે હકીકત કહે છે : આમ જયારે એ લોકોને અહીં તહીં તમે મળ્યાં જ નહીં, એટલે મેં શેઠને સાચવીને હકીકત કહી કે “તરંગવતીને જાતિસ્મરણ જ્ઞાન થયેલું અને એણે પૂર્વ જન્મનો ચિત્રપટ્ટ તૈયાર કરેલો, ને તે મને બજારમાં કૌમુદી મહોત્સવ વખતે ખુલ્લો મૂકીને જોવા કહેવું કે કોઈ માણસ આ ચિત્રપટ્ટ જોઈને ચકિત થાય છે કે કેમ ? એમાં પૂર્વ ભાવે પોતે ચક્રવાકી હતી; ને એનો પ્રિય ચક્રવાક જે અહીં ધનદેવ શેઠનો દીકરો પદ્મદેવ થયેલો, એનાં જોવામાં આ ચિત્રપટ્ટ આવતાં, એને પણ પૂર્વજન્મનું સ્મરણ થવાથી માત્ર ચકિત જ નહીં, કિન્તુ તરત જ ત્યાં મૂચ્છિત થઈ ગયો ! એના મિત્રોએ એને સાવધાન કર્યો, ત્યારે એ ખૂબ જ રોવા બેઠો, અને મિત્રોએ આગ્રહ કરીને રોવાનું કારણ પૂછે છે ત્યારે પૂર્વ ભવની પોતાની બધી વાત કરી. જે ચિત્રપટ્ટમાં વિસ્તારથી આલેખેલી ચીતરેલી હતી. પછી મને ખાતરી થઈ ગઈ કે મારી સખી તરંગવતીનો આ જ પૂર્વનો પ્રિય છે. એનું નામ ઠામ વગેરે જાણી લઈને મેં તરંગવતીને આ વાત કરી એટલે એ ખુશી ખુશી થઈ ગઈ કે મારો પ્રિય મને મળી જશે. પરંતુ આપે એ પાદેવને માટે કન્યા આપવાની ઘસીને ના પાડી એટલે લાગે છે કે, પોતાના પ્રિયતમની સાથે એ નગર છોડીને ચાલી ગઈ હોય.' શેઠને આ જયાં કહ્યું ત્યાં રાહુથી ચંદ્રમા પકડાય અને જેમ ચંદ્ર ફિક્કો પડી જાય, તે પ્રમાણે શેઠ ઝાંખા પડી ગયા ! અને ગુસ્સામાં આવી કહે છે, શેઠનો ગુસ્સો અને સંતાપ : ‘ધિક્કાર છે ધિક્કાર છે આ છોકરીને ! કે જેણે આવું ભયંકર અકાર્ય કર્યું ? અમારા વંશને અપયશનું કલંક લગાડ્યું ? આ કલંકથી મારું દિલ એટલું બધું દાઝેલું છે કે હવે હું શું કરું ? આમેય એ ધનદેવ સાર્થવાહ બિચારાનો દોષ નથી કે મારી પણ કોઈ ભૂલ નથી; કેમકે, અમને બંનેને આ જાતિસ્મરણની વાત કશી ખબર નહીં, અને આ છોકરીએ સ્વચ્છંદપણે પોતાનું કાર્ય સાધવા માટે બહુ જ ઉતાવળિયું પગલું લીધું ! હવે લોકમાં અમારે મોં શું દેખાડવું ?' 286 - તરંગવતી