________________ બધા દાગીના એકત્રિત કર્યા, અને ડબ્બામાં ભરી લીધા. ત્યાંથી હું બહાર નીકળી, અને તારા પ્રિયના મકાનની પાસે આવી. પણ ત્યાંય તમને મેં જોયાં નહીં, આજુબાજુ તપાસ કરી, એટલે ખૂબજ દિલગીરી હતાશ અને દુ:ખિત થઈ ગઈ, અને મને ખૂબ જ રોવું આવી ગયું કે,- “હાય ! મારી સ્વામિની ક્યાં ગઈ ?' લાગ્યું કે કદાચ ઉતાવળ કરીને નીકળી ગયા હોય. તો હવે શી ખબર એ કઈ બાજુ ગયા હોય ? અને એમને હું ક્યાં શોધતી ફરું ? એમાં વળી કિંમતી ઘરેણાંનો ડબો હાથમાં હતો, રાતનો વખત હતો, એટલે એ જોખમ લઈને એકલી ક્યાં ભટકું ? તેથી બહેતર એ છે કે મારે પાછું ઘરે જ આવી જવું, સવારે તપાસ કરીશ. એમ કરીને ત્યાંથી હું એકલી પાછી આવી. ઘરે આવીને વિચાર થયો કે, શેઠને આ વાત કરું કે નહીં ? ત્યારે મનને એમ થયું કે, જો કહેવા જઈશ, તો શેઠ એકદમ ચારે બાજુ તપાસ કરાવશે, અને એમાં તમે કદાચ પકડાઈ જાઓ, તો તમને ત્યાંથી પાછા જ લઈ આવે અને તમારી ધારણા સફલ થાય નહીં, વળી તમે મારી પાસે સોગન લેવરાવ્યા હતા કે, મારે આ રહસ્ય કોઈને કહેવું નહીં, એટલે મેં કોઈને કાંઈ જ કહ્યું નહિ. ભલે મને તપાસ કરવા દે. શેઠ ને બધા આ કાંઈ જાણતા નથી ત્યાં સુધી એ બધાને રાતભર સુખે સૂવા દો. એટલામાં સ્વામિની ક્યાંક ક્યાંક દૂર નીકળી ગઈ હશે; અને પછી શેઠ સવારે માણસો દોડાવશે તો પણ તમે ક્યાંય દૂર નીકળી ગયા હશો, એટલે માણસોને તમારો પત્તો નહીં લાગે, આમ કરી મેં શેઠને કે કોઈને તમારી ઘરેથી નીકળી જવાની વાત કરી નહીં, અને મારાથી બને એટલી આજુબાજુ ખાનગી તપાસ ચાલુ રાખી. બધા તો રાતનાં નિરાંતે સતા હતા. ત્યારે મારી રાત તો ચિંતા અને વિષાદમાં જ પસાર થઈ. હવે પ્રભાત કાળે તમારે માટે શેઠ ને બધા તપાસમાં પડ્યા કે તરંગવતી ક્યાં ગઈ ? ક્યાં ગઈ ? પણ તપાસ તો ગામની અંદર ને અંદર, એટલે તમારો શેનો પત્તો મળે ? સાપનાં મોઢામાં અમૃત નહિ : વિષયોમાં સુખ નહિ : જે વસ્તુ જ્યાં નથી ત્યાં એની લાખ શોધ કરવાનું કરાય પણ એ વસ્તુ ત્યાં શાની મળે ? સાપના મોઢામાં કોઈ અમૃતની તપાસ કરવાનું કરે કે એના ક્યા ખૂણામાં અમૃત પડ્યું છે? તો એ શોધનાં પરિણામ શું પામે ? અજ્ઞાન જીવ આમ જ સંસારના વિષયોમાં અટવાય છે. કેમકે, વિષયોમાં સુખ છે નહિ, અને મૂરખ જીવ વિષયોમાં જ સુખ શોધવા ભારે મહેનત કરે છે ! કર્મ ! તારી ગતિ ન્યારી 285