________________ હશે ? સંસાર માટે ધર્મ થાય ? ઉ.- આજના આ સવાલો “ધર્મ પાસે કે ભગવાન પાસે મોક્ષ સિવાય કશું મંગાય જ નહિ, સાંસારિક વસ્તુ મંગાય જ નહિ એવો શાસ્ત્રવિરુદ્ધ ભ્રમ રાખી બેઠેલા અનેકાનેક શાસ્ત્રપાઠોને નહિ જાણનારા યા જાણીને છૂપાવનારના શિક્ષણના લીધે ઉઠે છે. નહિતર પહેલું તો રોજ જયવીયરાણ સૂત્રમાં પ્રભુ આગળ ઇઠ્ઠફલસિદ્ધિ માંગીએ જ છીએ, ત્યાં જ ઇષ્ટફળ માગ્યું એમાં અભિમત ઇહલૌકિક પદાર્થની જ નિષ્પત્તિ માગી છે; ને એવી અનેકાનેક પૂર્વ મહર્ષિઓએ વ્યાખ્યા કરી છે. એને ક્યાં મૂકી આવવાની ? આ વ્યાખ્યા સ્પષ્ટ કહી રહી છે કે “ઇહલૌકિક અર્થ એટલે મોક્ષ નહીં, પણ સાંસારિક વસ્તુ’ - મતલબ ભગવાન પાસે મોક્ષ સિવાયની ઇચ્છિત સાંસારિક વસ્તુ મંગાય એ ઠેઠ ગણધર ભગવાનથી માંડીને અનેક પૂર્વ મહર્ષિઓ સુધીનાએ બતાવ્યાથી વિરુદ્ધ જઈને એમ કેમ બોલાય, કે ભગવાન કે ધર્મ પાસે મોક્ષ સિવાય બીજું કશું મંગાય જ નહીં ? શું આવું બોલવામાં, ગણધર ભગવાન અને અનેક પૂર્વાચાર્યોનાં વચનનો અપલા૫ નથી ? જો ઇષ્ટફળથી મોક્ષ જ માંગવો હોત તો ગણધર ભગવાને જ ‘ઇડ્રફલસિદ્ધિ' ને બદલે ઇટ્ટ મોખસિદ્ધિ કે “મોખફળસિદ્ધિ' પદ કેમ ન મૂક્યું ! તેમજ શું પૂર્વાચાર્યોને આવડતું નહોતું તે એમણે ઇષ્ટફળની વ્યાખ્યા મોક્ષ એવી ન લખતાં, ઈહલૌકિક અર્થ એવો લખ્યો ? મોક્ષને બદલે ‘ઇહલૌકિક અર્થ” એટલે કે “સાંસારિક વસ્તુ” એવી જ વ્યાખ્યા લખીને સ્પષ્ટ સૂચવ્યું છે કે ભગવાન પાસે સાંસારિક વસ્તુ માગી શકાય છે. આ એટલા માટે કે સાંસારિક આફત ટાળવા શ્રાવક મિથ્યા દેવી દેવતા પાસે ન જાય પણ અરિહંતને જ ભજે, પ્રાર્થે. દા.ત. બે વેપારી હોય, અને એક એમ માને છે કે, પૈસા માટે દેશકાળ જોઈને જૂઠ-ડફાણ અનીતિ વિશ્વાસઘાત અને મહાકર્માદાનનાં પાપધંધા ન છૂટકે કરવા પડે એમાં બહુ પાપ નહીં, કેમકે આપણે પાપમાં જ બેઠા છીએ; પરંતુ ભગવાન પાસે પૈસા માગવા, કે ધર્મ કરીને પૈસા માગવા, એ મહાભયંકર પાપ ! કેમકે ધર્મ કે ભગવાન પાસે પૈસા માગવાથી તો દુર્ગતિઓમાં રીબાઈ રીબાઈને મરવું પડે. જૂઠ ડફાણ વગેરેથી એટલી ભયંકર દુર્ગતિઓ ન થાય- આવું એક વેપારી માને છે; અને એ પ્રમાણે છૂટથી ભરપૂર અસત્ય અનીતિ ચલાવે છે. બીજો વેપારી એવું માને છે કે,- “આ ઉત્તમ જીવનમાં અને જૈન ધર્મ કર્મ ! તારી ગતિ ન્યારી 281