________________ તો પણ તમે સંયમ ધર્મનો પ્રયત્ન કરો, અર્થાત્ વિષયોની ઇચ્છાવાળાએ પણ ધર્મ જ કરવાનો, પાપ નહિ, એમ કહ્યું. મોક્ષ-અદ્વેષ છતે વિષક્રિયા ન થાય :પ્ર.- શું આ ધર્મ એ વિષક્રિયા ન થાય ? ઉ.- ના, જો મોક્ષ પ્રત્યે દ્વેષ નથી તો આ ધર્મપ્રવૃત્તિ એ તહેતુ અનુષ્ઠાન છે, અર્થાત અમૃત-અનુષ્ઠાનનું કારણભૂત અનુષ્ઠાન છે. અ-ચરમાવર્ત કાળમાં વિષયસુખના આશયથી અનંતીવાર ચારિત્રધર્મની ક્રિયાઓ કરી, પરંતુ તે વિષક્રિયા એટલા માટે થઈ, કે ત્યાં મોક્ષ પ્રત્યે દ્વેષ હતો અરુચિ-ઇતરાજી હતી, એમ બ્રહ્મદત્ત ચક્રવર્તી અને ત્રિપૃષ્ઠ વાસુદેવ જેવાને પૂર્વભવે ધર્મસાધનામાં લૌકિક ફળની આશંસા થઈ ત્યાં મોક્ષ પ્રત્યે દ્વેષ એટલે કે અરુચિ આવી,મોક્ષની વાત મૂકો, મારે તો ચક્રવર્તીના વિષયસુખ જોઈએ, શારીરિક અથાગ બળ જોઈએ, એવો નિર્ધાર આવ્યો. એટલે મોક્ષ પ્રત્યેના વૈષવાળી એમની ધર્મસાધના વિષક્રિયા યાને નિયાણારૂપ બની. તાત્પર્ય, “મોક્ષ પ્રત્યે દ્વેષ ન જોઈએ. એ શરત રાખીને ધર્મપ્રવૃત્તિ પર જ શાસ્ત્રકારોએ બહુ ભાર મૂક્યો. - જ્યારે તરંગવતી-પત્રદેવ પર અણધારી કર્મની મહાન આફતો ત્રાટકી પડી, તો એ પરથી બોધ લેવા જેવો છે કે, આપણા પર અશુભ કર્મની એવી આફતો અણધારી ત્રાટકી પડે એ પહેલાં જ ખૂબ જ ધર્મપ્રવૃત્તિમાં લાગી પડવું જોઈએ; કેમકે “કર્મ ! તારી ગતિ ન્યારી' એ સૂત્રના હિસાબે કર્મની વિચિત્ર ગતિથી કદાચ એવી પરિસ્થિતિમાં મુકાવું પડે કે ત્યાં ધર્મપ્રવૃત્તિ કરવા માટેના હોશકોશ જ ન હોય. તરંગવતી સાધ્વીજી શેઠાણીને કહી રહ્યા છે કે ગૃહિણી ! અમારા બંનેનાં કુળ સ્નેહ સંબંધથી એક કુળ જેવા થઈ ગયા ! અમે પાંચ અણુવ્રત સ્વીકાર્યા. મારા પિતાજી ચારિત્ર લઈ પાંચ મહાવ્રતના પાલનમાં લાગી ગયા. અને હવે અમારા મનોરથ પૂર્ણ થવાથી, તથા અમૃતતુલ્ય જિનવચન શ્રવણમાં ખૂબ રક્ત બનવાથી, પૂર્વે “જો આ પ્રિય પતિ મળી જાય તો 108 આયંબિલ કરવા સંકલ્પ કરેલો, તે પાળવા માટે તપ શરૂ કર્યો અહીં પ્રશ્ન થાય, પ્ર.- શું મનગમતો પતિ મેળવવા માટે આયંબિલનો તપધર્મ થાય ? અથવા શું તપધર્મ પાસે યા ભગવાન પાસે આ મંગાય કે હું તપ કર્યું અને મને મનગમતો પતિ મળે ? ધર્મ પાસે કે ભગવાન પાસે સંસારની વસ્તુ મંગાતી 280 - તરંગવતી