________________ કોઈ મહત્ત્વનો ભાર છે, અને એ ભારને માથેથી યત્કિંચિત્ ઉતારવાનો અવસર આવી લાગ્યો છે, એટલે આ બંનેને ચોર પલ્લીથી દૂર ને દૂર લઈ જઈ નિર્ભય કરી રહ્યો છે. અલબત એ ભાર શો છે એનો અત્યારે પોતે કશો ખુલાસો કરતો નથી; કેમકે એના મન પર એ મહાપાપનો ભાર એટલો બધો છે કે એની સામે આમને સેનાપતિનો આમનો ભોગ આપવાની મરણાંત પીડામાંથી આમને આબાદ બચાવી લેવાનો ઉપકાર વિસાતમાં લાગતો નથી. એટલે એમની સામે એ પોતાની મહાપાપની હકીકત કહીને શી શાબાશી લેવાની ? જીવનમાં સેવાઈ ગયેલા કોઈની ઉપરના મહા અપરાધનો ભાર જો હૈયાને ભારે ખેંચતો હોય, તો અવસર આવ્યું એના પર ભારે ઉપકાર કરીને પણ સજ્જન કશી વડાઈ ન માને. ચોર અમને કહે છે કે જુઓ હવે આપણે કોઈ ગામની નજીકમાં જઈ રહ્યા છીએ એટલે ધીરજ રાખજો. વનની વાટ પૂરી થાય છે એમ પ્રેમથી કહેતો કહેતો ચાલે છે. ત્યાં કૂતરાના ભસવા વગેરેનો આવતો અવાજ સાંભળવા મળે છે. તેથી કહે છે. હવે ગામ નજીકમાં છે. અહીંથી આથમણા જજો, હું પણ જાઉં છું, અને સ્વામિની આજ્ઞાથી અજ્ઞાનતાને લીધે જે મેં તમને પલ્લીમાં બાંધ્યા, અને બાઈને લાત મારી, તે હું તમારો અપરાધી છું. એ મારા અપરાધની ચોરની ક્ષમાયાચના : પદ્મદેવની સેવાયાચના :- એ જોઈને પમદેવ તરંગવતી પણ રડી પડે છે. પદ્મદેવ રોતાં રોતાં કહે છે, ભાઈ ! તમે અપરાધી શાના ? તમે તો અમને જીવતદાન આપ્યું, એ તમે તો અમારા બહુ મોટા ઉપકારી છો. આ તો તમે હતા તો અમને મોતથી બચાવી કેદમાંથી બહાર કાઢી અહીં લઈ આવ્યા. અમે તો ત્યાં અશરણ નિરાધાર બનેલા હતા, જીવવાની આશા જ મૂકી દીધેલી. તમારા સિવાય ત્યાં બીજો કોણ અમને બચાવાનું હતું ? ચોર કહે હું શું બચાવું ? તમને ભગવાને બચાવ્યા. લો હું જાઉં. ત્યારે પાદેવ કહે, “પણ તમે ક્યાં જાવ ? હવે તો અમારે તમારી કાંઈક સેવા કરવાનો અવસર આવી મળ્યો. ત્યારે તમે જવાની વાત કરો છો? તમે અમને જીવન આપ્યું તે અમારે તમારું કાંઈ નહિ કરવાનું ? “જુઓ હું વસપુરીનો ધનદેવ સાર્થવાહનો પુત્ર છું. પદ્મદેવ મારું નામ છે. ત્યાં આવો અમારા સાથે અમે તમને ખૂબ ધન આપીશું.” ચોરને પોતાની પલ્લીવાળાનો કાંઈક ભય છે કે ગમે તે કારણે એ કહે 242 - તરંગવતી