________________ જવાનું સમજી લેજો . સાધુ વહોરીને ગયા પછી એ કુટુંબે શું કર્યું ? ચાલો ત્યારે આવતી કાલે સુકાળ થઈ જાય છે. અને જીવતા રહ્યા છીએ તો પૂર્વની જેમ સંસાર આનંદમંગળથી ચલાવશું,'- શું આવો વિચાર કર્યો ? ના, એ જૈન ધર્મી હતા, સંસારમાં ભલે રહ્યા હતા, પણ સંસારને ઓળખીને રહ્યા હતા. એટલે કે સંસાર દુઃખ ભરેલો ને પાપ ભરેલો છે, માટે છોડવા યોગ્ય જ છે.” પછી. સારાસારીમાં, કે શું કપરા સંજોગોમાં, એ સદાનો દુઃખદ સંસાર ત્યાજ્ય એટલે ત્યાજ્ય. આવી સમજ હતી; જેથી હવે જીવતા રહ્યાં માટે સંપત્તિ ભોગવવાના લોભમાં ન પડ્યા, અને બીજી સવારે આખા કુટુંબે દીક્ષા લીધી ! શું આવા હંમેશાંના દુઃખભર્યા સંસાર પર નફરત ન થાય ? ભલે એ સંસાર કામચલાઉ સુખ દેખાડતો હોય, તો પણ સદાના દુઃખભર્યા એ સંસાર પર તો નફરત જ હોય અભાવ જ હોય, અરુચિ જ હોય. હવે અહીં એક બહુ મોટી વાત બની આવે છે. જેમાં પદ્મદેવ તરંગવતીને દુઃખનાં દહાડા ગયા જેવો ઘાટ બને છે. આમ તો બચવાની કોઈ જ આશા નહોતી, કેમકે 1-2 દિવસમાં જ પદ્મદેવને દેવીની આગળ ભોગ અપાઈ દેવાનું નક્કી થઈ ગયું હતું, તેમજ એ ચોર સેનાપતિ વગેરે એટલા બધા ક્રૂર માણસો હતા કે એમને મન માણસને કાપી નાખવો એટલે જાણે એક ફળ કાપી નાખવાનું ! અને એમાં વળી દેવીમાતાને ભોગ આપી દેવાનું વચન અપાઈ ગયેલું, તેમજ “હવે જો એ વચન ન પળાય, તો દેવીમાતાનો કોપ ભયંકર વિનાશ કરી નાખે, એવી એમને શ્રદ્ધા હતી, આમાં પદ્મદેવને બચવાની કોઈ આશા ? આડા હાથે પુણ્ય એટલે : આડા હાથનું પુણ્ય ગેબી સહાય કરે : આડા હાથનું પાપ સોનાની થાળીમાં લોઢાની મેખ મારે. પરંતુ કહે છે ને કે પૂર્વ ભવમાં કાંઈક આડા હાથે પુણ્ય કર્યું હોય અર્થાત્ કાંઈક સારું કર્યું હોય, તો તે અહીં આપત્તિઓની આડે આવી ઊભું રહે છે. એટલે જ ડાહ્યા માણસો બહુ પાપારંભની વચ્ચે જ્યાં ક્યાંક કાંઈક સારું કરવાની તક જુએ, ત્યાં તે ઝડપી જ લઈ, સારું કામ કરી જ લે છે,...જેથી એ આડા હાથનું પુણ્ય આગળ પર દુઃખની વચ્ચે આડું આવીને ઊભું રહે; ગેબી સહાય કરે. આ પરથી એટલું આપણે સમજી રાખવાનું છે કે પૂર્વભવે ઘણો ધર્મ કર્મ ! તારી ગતિ ન્યારી 235