________________ અને જીવ સંસારથી જ ઊભગી જાય. માટે તો સમ્યકત્વનું બીજું લક્ષણ ‘નિર્વેદ' અર્થાત દુઃખ. આ અંગે ઉપાધ્યાયજી મહારાજે સજઝાયમાં કહ્યું. નારક ચારક સમ ભવ ઊભગ્યો, તારક જાણીને ધર્મ; ચાહે નીકળવું નિર્વેદ તે, એહી જ પ્રવચન મર્મ,” અર્થાત્ નરકાગાર અને કારાગાર સમો ભવ છે, સંસાર છે. નરકાગારી એટલા માટે કે એમાં દુઃખ જ દુઃખ છે. “કારાગાર' એટલા માટે કે એમાં પાપાચરણની બેડીઓ છે. એથી ઊભાગેલો જીવ જુએ છે કે આમાં ચારિત્ર ધર્મ જ તારણહાર, દુઃખ અને પાપાચરણથી બચાવનાર છે. તેથી હંમેશાં સંસારમાંથી નીકળવાનું (અને ચારિત્ર સ્વીકારવાનું) ચાહે છે. એનું નામ છે નિર્વેદ, અને એજ જિનશાસનનો મર્મ છે. આ નિર્વેદ જો આવડ્યો તો બધું આવવું; પણ જો આ ન આવડ્યું તો કશું ન આવડ્યું! કેમકે ચારિત્ર અર્થાત્ સર્વ પાપત્યાર વિના જીવનો ઉદ્ધાર નહિ, જીવના સંસારનો અંત નહિ. 10 પૂર્વધર વજસ્વામિજી મહારાજે અનશન કરવા જતાં પહેલાં પોતાના પટ્ટધર શિષ્ય વજસેન મહારાજાને કહી રાખેલું કે “ભારે દુકાળ પડશે એમાં જયારે કોઈ ઠેકાણે લાખ રૂપિયાના અનાજની હાંડી ચડાવી, એમાં ઝેર નાખી ખાઈને મરવાની તૈયારીનો પ્રસંગ દેખાય, ત્યાં બીજે જ દિવસે સુકાળ થશે. એમ સમજી રાખી અને ખરેખર એક ચાર માણસના શ્રીમંત કુટુંબમાં અને ખૂટી જવા આવ્યું હતું તેથી એમણે એક લાખ રૂપિયાથી અન્ન ખરીદી એની ! હાંડલી ચૂલે ચડાવી. હાંડલીમાં અન્ન ભેગું ઝેર રાંધી લેવું, અને ખાઈ લઈ જીવન પૂરું કરી લેવું.” એવો નિર્ણય કરેલો. ખીચડી રંધાવા આવી; અને હવે એમાં ઝેર નાખી દેવું એમ વિચાર કરતા હતા એટલામાં સાધુ મહારાજ ગોચરી ? આવ્યા એટલે કહે છે કે, પધારો પધારો ધન્ય ભાગ્ય ! ધન્ય ઘડી સમયસર પધારી ગયા ! અમને સુપાત્રદાનનો મહાન લાભ મળશે. સહેજ મોડા પધાર્યા હોત તો આ એક લાખ રૂપિયાના અન્નની હાંડીમાં હમણાં જ ઝેર નાખીને એ ખાઈને અમે ચારે જણા અંતિમ શયન કરવાના હતા. તેથી કદાચ આપ થોડા મોડા પધાર્યા હોત તો આપને ગોચરી તો નહિ, પણ અમારા મડદાં જોવા મળત ! ઉપકાર આપનો કે અમે બચી ગયા.' જીવન બચ્યું તો શું કર્યું? - ત્યારે સાધુ મહારાજ ગુરુવચન યાદ કરીને કહે છે,- “જો એવું છે તો મરશો નહીં. ગુરુ મહારાજ કહી ગયા છે કે જે દિવસે કોઈ સ્થળે આવું દેખો એના બીજા જ દિવસે નિશ્ચિત સુકાળ થઈ 234 - તરંગવતી