________________ છે, ને ભગવાનની પૂજા ભક્તિ નથી કરવી એમાં તો નફટાઈ અને હરામખાઉપણાની હદ છે ? બોલો, અહીં આવો ઉચ્ચ આર્યમાનવ અવતાર અને હામ-દામ-ઠામની બધી સુખ સગવડ મળી એ કોની હોશિયારીથી મળી ? પૂર્વ ભવે આપણે વીતરાગ ભગવાનને ભજેલા અને ભગવાને કહેલા ધર્મ-સુકૃત કરેલા, માટે આ સંપત્તિ મળી ? કે પૂર્વ ભવે ભગવાનને ભૂલી નકરાં પાપકર્મો કરેલાં, માટે સંપત્તિ મળી? માણસ જો હૈયાથી આ વિચારે, તો પૂજા ન કરવાના બહાનામાં મને ટાઈમ નથી મળતો,” “મને પૂજામાં રસ નથી આવતો,” મારે ઘણી જવાબદારીઓ છે,'... વગેરે કહેવાનું મન થાય ? મનને હાડોહાડ લાગી જાય કે અલ્યા ભૂંડા ! આ ઉત્તમ દેહથી માંડી નાની મોટી સેંકડો હજારો સગવડો ભગવાનના પ્રતાપે પામ્યો, ને હવે ભગવાનને જ ટીકો કરે છે ? કે “મારી પાસે પૂજાની 10 મિનિટ પણ નથી, અને એક અગરબત્તીનો ટૂકડો કે ઘીની એક બત્તી પણ ધરવા માટે નથી ? હવે પધદેવ-તરંગવતી દેવી મંદિરથી આગળ ચાલે છે ત્યારે શું જુએ છે? પલ્લીમાં કેદ પકડાયેલાની દુર્દશા ! : જુદા જુદા વિભાગમાં સારા ખાનદાન કુળના દેખાતા મનુષ્યો દોરડે બંધાઈને જકડાયેલા પડ્યા છે ! જોતાં કમકમી થાય “હાય આ લૂંટારાએ, આ ધંધો શો માંડ્યો છે ? હવે આ બિચારા જકડાયેલાનું શું કરશે ? એ અહીં કેવી રીતે ફસાયા ? એમજ કોઈને કોઈ રીતે આ લૂંટારાની જાળમાં ફસાઈ ગયા હશે ને ? પણ એમની હવે વલે શી ?' જયારે પદ્મદેવ-તરંગવતી આ વિચારતાં જઈ રહ્યા છે ત્યારે એ બંધાઈને પડેલા એ સ્ત્રી પુરુષોમાં પરસ્પર વાત કરે છે, જુઓ આ લૂંટારા કેવા યુવાન યુગલને પકડી લઈ આવીને આ પલ્લીમાં બંધને બંધાયેલા અનેક યુવાન યુગલોના ભેગા ઉમેરવાના છે ! આમાંનો તરુણ પુરુષ તો જાણે ચંદ્રમાં કામદેવ અને તરુણી જાણે રતિ ! આટલા બધા રૂપાળાને બિચારાને હું અહીં ફસામણી ? લૂંટારાઓએ એક રાખ્યું હતું જ્યાં ક્યાંય જંગલમાં એકલા પડેલા કે યમુના નદીના કિનારે કિનારે નાવમાં એકલા જનારને પકડી લેવા એટલે આ બિચારા પણ એ હિસાબે અહીં ફસાઈ ગયા હશે !' તરંગવતી સાધ્વી શેઠાણીને કહી રહી છે કે ચોર પલ્લીમાં એવું બધું ભયંકર જોતાં અમે આગળ વધી રહ્યા હતા ત્યાં મને અને મારા પ્રિયને ત્યાં કર્મ ! તારી ગતિ ન્યારી 2 1 5