________________ તરંગવતી અને પાદેવ જેમાં શસ્ત્રો લટકતા હતા, એવા મકાન જોઈને દેખાતા માણસો દારૂ પીને ઢોલ ત્રાંસા, શંખ ભેરી વગેરે વાંજિત્રો વગાડતા હરખી હરખીને નાચગાન કરી રહ્યા છે. જાણે લાગે કે કોઈ કેદ પકડાયેલા હોય ? વિચારજો, આવું બધું જોવાં મળવા પર પહ્મદેવ અને તરંગવતીના હૈયાને કેટલો બધો ત્રાસ વર્તાતો હશે ? આવા ત્રાસની આગાહી વખતે શું કરવાનું ? ચત્તારિ સરણે... “અરિહંતા મે સરખું; સિદ્ધા મે સરણં; સાહુ મે સરણે; જિણ ધમ્મો મે સરણે “પ્રભુ ! મારે તમારું શરણ છે. તમે જ મને ઉગારશો. તમારો અચિંત્ય પ્રભાવ છે. વારંવાર આ યાદ કરવાનો અભ્યાસ હોય, તો કોઈ તકલીફ આપદા સમસ્યા વખતે આનાથી આર્તધ્યાન અટકાવાય. ચોરોનું ભવન : ચોરો એમને પકડીને આગળ લઈ ચાલતાં એક મોટું સફેદ વગડા જેવું મકાન આવ્યું ત્યાં અંદર પેઠા. અંદરમાં એક ભાગમાં કાત્યાયની દેવીનું મંદિર બનાવેલું હતું. એમાં લૂંટારા દેવી આગળ નમસ્કાર કરી દારૂનું નૈવેદ્ય મૂકે છે, અને દેવીને પ્રદક્ષિણા દે છે. પછી દેવીને પ્રાર્થના કરે છે. “હે મા કાત્યાયની ! અમે ચોરો તારા પ્રસાદથી બહુ સુખી છીએ. તને શાબાશી ઘટે છે કે તું અમને ચોરી લૂંટ ધાડ વગેરેમાં રક્ષણ આપે છે ! એટલું જ નહિ, પણ લૂંટમાં સારો સારો માલ પણ અપાવે છે ! તારી અમારા પર દૃષ્ટિ જ એટલી બધી કૃપામય છે કે અમારી સારી સારી ચોરીઓને લૂંટનો ધંધો ધીકતો ચાલે છે. આમ પ્રાર્થના કરી લૂંટારાનો સરદાર ચોરોની સાથે અને તરંગવતી પમદેવની સાથે મકાનની અંદરના ભાગમાં જાય છે.. જો જો, આવા ઘોર કૃત્ય કરનારા પણ દેવીને માને છે. અને સમજે છે કે દેવીમાતાની દયાથી જ લૂંટ ચોરી વગેરે ભયંકર કૃત્યો સારા પાર પડે છે ! માટે એની પૂજા પ્રાર્થના સારી જમાવવી જોઈએ. ત્યારે આશ્ચર્ય છે કે કદાચ કેટલાંક શાહુકાર ગણાતાને ઈષ્ટદેવ પર આવી શ્રદ્ધા નહિ થતી હોય ! નહિતર જીવનમાં સારું સારું મળવા પર ઇષ્ટદેવની દયા ન માને ? ઇષ્ટદેવની પૂજા પ્રાર્થના સ્તવના કરવાના અખાડા કરે ? - આ ઉત્તમ માનવદેહ વગેરે અનેક પુણ્યાઈનો ભગવાનનો માલ ખાવો 2 14 - તરંગવતી