________________ પુણ્યાનુબંધી પુણ્યની વડાઈ જુઓ. પુણ્યથી પૈસાટકા સારું મળ્યું છે, પણ એમાં અંતરમાં રંગ-રાગ કે રોફ-મદ વગેરે કષાયો નથી રમતા, પરંતુ ધર્મ સબુદ્ધિ હુરે છે. પુણ્ય જો પાપાનુબંધી હોત તો એ નર્યા રંગરાગ અને કષાયોની કુબુદ્ધિ સ્ફર્યા કરતી હોત. અહીં તો પુણ્ય પુણ્યાનુબંધી છે એટલે વૈરાગ્ય, ધર્મ અને સદ્ગદ્ધિ ફુરે છે. સૌ સાંભળવા બેસી જાય છે : સાધ્વીજી કહે છે, “આમ તો અમારે ગોચરી વખતે ધર્મનો ઉપદેશ દેવા બેસવાનું ન હોય, પરંતુ ધર્મના બે અક્ષર કહેવામાં બાધ ન હોય, ને તમારી ખાસ જિજ્ઞાસા છે, તો સાંભળો. જુઓ આ જગતમાં સર્વ જીવોને હિતકારી એકમાત્ર અહિંસાસ્વરૂપ ધર્મ જ છે. અહિંસાસ્વરૂપ ધર્મ એવો કલ્યાણકારી છે કે જે ધર્મ સાંભળે એનું ય કલ્યાણ થાય, અને જે ધર્મ કહે એનું ય કલ્યાણ થાય. ધર્મનું છોડીને બીજું સાંભળે, બીજું બોલે, એ જીવને માટે અહિતકર છે. તમે આવા વક્તા-શ્રોતા બંનેને કલ્યાણકારી ધર્મની વાત સાંભળવા ઇચ્છો છો, તો હું તમને એ ધર્મના બે અક્ષર કહું છું.” આમ જ્યાં સાધ્વીજીએ ધર્મ કહેવાની તૈયારી બતાવી એટલે શેઠાણી કહે છે “બહુ ઉપકાર ! ધન્ય ભાગ્ય અમારાં કે આપે અમારી વિનંતિ માન્ય કરી, ને અમને સાંભળનાર સંભળાવનાર બંનેને પાવન કરે એવો કલ્યાણકારી અહિંસાસ્વરૂપ ધર્મ સંભળાવશો. પધારો આ આસન પર બિરાજો, અને અમને ધર્મ શ્રવણ આપી અમારા કાન અને હૈયું પાવન કરવા કૃપા કરો.” સાધ્વીજીને બેસાડ્યા, અને શેઠાણી પોતે સામે હાથ જોડી બેસી ગઈ. આ જોતાં ઘરની બીજી સ્ત્રીઓ પણ પોતાનાં કામ પડતા મૂકી આવીને ત્યાં બેસી ગઈ. હવે સાધ્વી શ્રી તરંગવતી કહે છે, સાધ્વીજીનો ભવ્ય ઉપદેશ : અહિંસાસ્વરૂપ ધર્મ : જુઓ, આ અહિંસાસ્વરૂપ ધર્મમાં પરજીવોની હિંસાનો ય ત્યાગ કરવાનો આવે, અને પોતાના સ્વાત્માની હિંસાનો પણ ત્યાગ કરવાનો આવે. બીજા જીવોની હિંસા બાહ્ય શસ્ત્રોથી થાય છે, દા.ત. ઠંડા પાણીમાં ગરમ પાણી નાખ્યું, તો એ ઠંડા પાણીના અસંખ્ય જીવોનો નાશ કરે છે, માટે એ ગરમ પાણી શસ્ત્રરૂપ બન્યું. આપણે કપડું ઝાટકિએ તો એનાથી વાયુકાયના અસંખ્ય જીવો મરે છે, તેથી એ જીવો માટે કપડું શસ્ત્રરૂપ બન્યું. જેનાથી જીવો મરે એ શસ્ત્ર કહેવાય. મરે નહિ પણ જીવને પીડા કિલામણા થાય તો ય એ કર્મ ! તારી ગતિ ન્યારી 17