________________ એકેય નથી. કેમકે હું જાગતી ઊભી છું તેથી કાંઈ સુંદરીનું સ્વપ્ન નથી જોઈ રહી, તેમજ સાધ્વીજી હાલતા ચાલતા છે એટલે કાંઈ જડ પૂતળી ય નથી, ને ચિત્ર પણ નથી. ત્યારે શું આ સાક્ષાત્ લક્ષ્મીદેવી, રંભા ઉર્વશી જ આવી ગયા છે ? કેમકે રૂપ સૌંદર્ય અને લાવણ્ય એટલું બધું છે કે આમના મુખની આગળ બિચારો પૂર્ણિમાનો ચંદ્ર પણ ફિક્કો લાગે. એટલે આમનું મુખ પૂર્ણિમાના ચંદ્ર જેવું છે એમ કહેવામાં ઊલટું આમની લઘુતા કરવા જેવું થાય. ત્યારે આમને લક્ષ્મીદેવી કે રંભા યા ઉર્વશી પણ કેમ કહેવાય ? કારણ કે એ દેવતા તો જમીનને અડીને નહિ પણ અદ્ધર ઊભા રહે, તેમજ એમની આંખો પલકારા ન લે અને એમના શરીર પરના ફૂલહાર કરમાય નહિ, ત્યારે આ સાધ્વીજી તો જમીનને અડીને ઊભા છે, ને આમની આંખો પલકારા લે છે. તેથી આ સ્વર્ગની દેવી નથી. ત્યારે, આ છે કોણ ? કોઈ માનવી સ્ત્રી આવી દેખાતી નથી. પરંતુ લાગે છે કે જે કથાઓમાં સંભળાય છે કે અનાદિની કોઈ એવી સુંદર સ્ત્રી તે આજે બહાર નીકળી પડી લાગે છે. અથવા માનીએ કે કોઈ અનાદિની ના હોઈ શકે, જન્મ પામેલી જ હોય. તો પણ લાગે છે કે પ્રજાપતિ બ્રહ્માએ જગતની સ્ત્રીઓના રૂપમાંથી સાર સાર ખેંચીને આમને બનાવી દીધા લાગે છે. જાણે આ એક સૌભાગ્ય-મંજરી જોઈ લો. આખા જગતને એમ થાય કે આપણી પાસે બેસી રહે ને આપણે આમને જોયા જ કરીએ, જોયા જ કરીએ, ને એમની સાથે વાતો કર્યા જ કરીએ. શરીરે કોઈ રેશમી વસ્ત્રો તથા અલંકાર નહિ ને શરીર પસીન વગેરેથી મલિન છતાં આટલું બધું અપ્રતિમ રૂપ અને લાવણ્ય છે તો આમને ગૃહસ્થપણે તો વળી કેટલું બધું ય સૌંદર્ય હશે ? આમનું એકેક અંગ એટલું બધું સુંદર છે કે એના પર દૃષ્ટિ નાખો દૃષ્ટિ ખસે જ નહિ. ખરેખર આમની કાન્તિ સૌંદર્ય અને લાવણ્યતા એટલા બધા અદૂભૂત છે કે આ મેળવવાના તો અપ્સરાઓ પણ મનોરથ સેવતી હશે ! શી રીતે આમને આટલું બધું સૌંદર્ય મળ્યું હશે ! અને આ મળવા સાથે વૈભવ પણ કેવાક મળ્યા હશે ! છતાં એમણે એ બધું છોડી ઘર-સંસાર કેવી રીતે છોડ્યો હશે ? કેટલો બધો ઉત્કટ વૈરાગ્ય જાગ્યો હશે ? ને એવું તે શું બન્યું હશે કે એટલો બધો વૈરાગ્ય જાગી ગયો ?... | ‘પણ મારે એમ વિચારો કરીને શું કામ છે? લાવને એમને હું ઘરમાં 6 4 - તરંગવતી