________________ યથેચ્છ ખાનપાન રંગવિલાસની આરાધના દુર્લભ નથી. જગતના અસંખ્ય નાના મોટા જીવોમાં દેખાય છે કે “એ બધા ય એ તો કરી જ રહ્યા છે. માટે એ સુલભ છે. દુર્લભ છે ત્યાગ-તપ-વ્રત-નિયમાદિની આરાધના, તો આ દુર્લભ મનુષ્યભવે એ દુર્લભ આરાધના જ કરવાની હોય. મનને એમ થાય કે “આવો સુંદર જનમ વારે વારે કે સહેલાઈથી નથી મળતો અત્યારે મળ્યો છે, પણ પછી કોને ખબર પાછો આવો અવતાર કેટલાય ભવો પછી મળશે ? કેમકે આવો સારી આદશ-આર્યકુળમાં અવતાર, વ્રત-નિયમ-તપસ્યા વગેરે ધર્મની આરાધના વિના ન મળે; એટલે જો અહીં આ ન કરી લઉં તો ફરીથી મનુષ્યભવ ન મળે, માટે અહીં આ જ કરી લઉં' એમ સમજ હતી, એટલે તરંગવતી સાધ્વી જોરદાર ત્યાગ-તપ ને જ્ઞાન-ધ્યાનમાં મસ્ત હતા. કહેતા નહિ, પ્ર.- પણ અમને ધર્મ કષ્ટરૂપ કેમ લાગે છે ? ઉ.- કદાચ ધર્મ મનને કષ્ટરૂપ લાગે, પરંતુ એનું કારણ મન સુખશીલતામાં ખોટું ટેવાઈ ગયું છે તેથી કષ્ટરૂપતા લાગે છે. કિન્તુ જો થોડો વખત ધીરજ રાખીને પોતાના આત્માના કલ્યાણ માટે મન મારીને સુખશીલતા દૂર ફગાવી દઈ જરાક ખડતલ બની જવાય, અને મન મારીને પણ વ્રત-નિયમ-તપસ્યામાં શરીરને જોડી દેવાય, તો પછી મન એમાં ટેવાઈ જવાથી એને આમાં કશું કષ્ટ જ લાગતું નથી. જીવનમાં જોશો તો દેખાશે કે પહેલાં કષ્ટમય લાગતી એવી કેટલીય બાબતો, મન એમાં ધીરજ રાખી એની પૂંઠે પડી જાઓ, તો એ સરળ બની જશે, અને એવા એમાં ટેવાઈ જશો, કે પછી એ મૂકવા નહિ ગમે. તરંગવતી સાધ્વીજી ગોચરીએ : તરંગવતી સાધ્વીને એવું બન્યું છે, એટલે એક વાર છઠ્ઠના પારણે બીજી સાધ્વી સાથે ગોચરી નીકળ્યા છે, ને આ ઋષભસેન શેઠના આંગણા આગળના રસ્તે પસાર થાય છે. ત્યાં પેલી શેઠની દાસીઓ ફાંફાં તો મારતી જ હતી, ને આમને જોઈને પાસે જઈ વહોરવા પધારવા વિનંતી કરે છે. પરંતુ પહેલી ખૂબી તો એ થાય છે કે દાસીઓ એમનું અલૌકિક રૂપ-સૌંદર્ય જોઈને સ્તબ્ધ થઈ જાય છે અને ઘરમાંથી શેઠાણીને બહાર બોલાવી લાવે છે. સાધ્વીના અભુત રૂપ પર શેઠાણીની વિચારધારા : શેઠાણી પણ સાધ્વીજીનું રૂપ લાવણ્ય જોઈને અચરિજ પામી જાય છે, એના મનને એમ થાય છે કે “અહો ! આ તે કોઈ સ્વપ્ન સુંદરી છે ? કે રૂપની પૂતળી છે ? યા કોઈ અનુપમ રૂપ ભરી અપ્સરાનું ચિત્ર જ છે ? ત્રણેમાંથી કર્મ ! તારી ગતિ ન્યારી 13