________________ લાગ્યો છે. ના, જો આવું નથી પણ ઊલટું છે, સંસારના વિચારમાં વચ્ચે ધર્મનો વિચાર નથી ઘૂસતો, ધર્મના વિચારમાં સંસારના વિચાર ઘૂસી જાય છે, તો એમ જ થયું ને કે સંસાર પોતિકો અને ધર્મ ઓરમાયો ! દિશા ફેરવવાની જરૂર છે. વીતરાગ ભગવાન પોતિકા, ધર્મ પોતિકો, અને સંસાર પરાયો, - આ ભાવ-પરિવર્તન લાવવા જેવું છે. જેને જેનો રાગ, એને એનું સારું સાંભળતાં રાગ વધે. અત્યારે, પેલી તરંગવતીની આ દશા છે. પોતાના પ્રિય પદ્ધદેવ પાસે જઈ આવેલી સખી સારસિકા અહેવાલ આપી રહી છે એમાં એણે પદ્મદેવની રાગે ઝૂરવાની વાત કરી. પધદેવ પાટી પર પૂર્વ ભવનું ચક્રવાક-ચક્રવાકીનું ચિત્ર બનાવી એને વારેવારે છાતી સરસું લગાડી રોઈ રહ્યો હતો...વગેરે વાત કરી, એ સાંભળતાં તરંગવતીને પ્રિય પરનો રાગ ઉછાળા મારવા લાગ્યો. એટલે હવે અહેવાલ આગળ સાંભળવાની ઈંતેજારી ખૂબ વધી રહી છે, તેથી સારસિકાને પૂછે છે, તેં મારો પત્ર એમને આપ્યો પછી શું થયું ?' | 12. સંસાર એક રંગભૂમિ | પદ્મદેવની પત્ર વાંચતાં સ્થિતિ : સારસિકા કહે “બેન ! એનું હું શું વર્ણન કરી શકું ? એમણે તારો પત્ર લેતાં અને એને ફોડીને વાંચતા એમના આખા શરીરે ઝણઝણાટી હતી ! અને આંખોમાંથી આંસુ ટપકતા હતા ! અરે ! એ તો એક હાથમાં એમની ચિત્રપાટી, ને બીજા હાથમાં તારો પત્ર લઈ ઊભા થઈ નાચવા લાગેલા. નાચતાં મારી શરમે ય ન લાગી ! મને કહે “અલી એ સારસિકા ! આ તું શું લઈ આવી ! તને વધારે શું કહું ? ટૂંકમાં કહું છું કે જો તું અત્યારે અહીં ન આવી હોત, અને આ પત્ર સાથે તરંગવતીનો સંદેશો ન લાવી હોત, તો સમજી લે કે આજે મારું મોત હતું ! પણ તારા આવવાથી મારા દિલમાં ધમધમેલો ઉકળાટ શાંત થયો. “ચિત્રપટ નિરીક્ષણથી મને પૂર્વ જન્મનું સ્મરણ થઈ આવ્યું.” એમ કહી એણે રસ્તા પર બનેલી હકીકત કહી. પછી મને કહે છે, સારસિકા ! ત્યાંથી ઘરે જઈ શું બન્યું એ તને કહું. મારા દિલમાં એ મારા ચક્રવાકના ભવમાં ચકોરી પર જે ગાઢ અનુરાગ હતો તે અહીં પાછો કર્મ ! તારી ગતિ ન્યારી 165