________________ પાછી હડસેલનાર બેનમાં મન નહિ લઈ જવાનું, એવું ધોરણ રાખે? કે મનમાંથી ભગવાનને હટાવી દઈ મિસીસને અને બીજી બાઈને ઘાલવાનું કરે ? ત્યારે જોવાનું એ છે કે દુનિયાના વિષય કેટલા જોરદાર કે મનમાં પેસી તરણતારણ પરમાત્માને પણ મનમાંથી બહાર કાઢી દે ?' બસ, માણસ આટલો વિચાર કરે કે આ દુન્યવી માલ-મિલકત-પૈસા, વેપાર-ઘર-પરિવાર, એકેક એવા પટ્ટા છે કે એ મનમાં માંડ માંડ લાવેલા ભગવાનને, ને ધર્મને યા ધર્મની વિચારણાને તત્કાલ પૂરતા સાવ લોપ જેવા કરી નાખે ! વિષયોની કેવી દુષ્ટતા ! આવા ઊંચા ભાવમાં આવ્યા અને ઊંચા દેવ-ગુરુ-ધર્મનાં આલંબન મળ્યાં છતાં જો વિષયો એ તારકતત્ત્વોની હકાલપટ્ટી કરી નાખે, તો શું એ વિષયો ગોઝારા નહિ ? શું એના પર ભારોભાર નફરત, તીવ્ર અભાવ ને જવલંત વૈરાગ્ય ન થઈ જાય ? કેવી વિચિત્રતા છે ! મનમાં સંસારની ગડમથલ ચાલતી હશે, ત્યાં મનમાં ભગવાન કે ધર્મની વિચારણા નહિ આવે ! પરંતુ મનમાં ભગવાન કે ધર્મ લાવ્યા ત્યાં વચમાં વચમાં વિષયો ટપ કૂદી પડવા તૈયાર છે ! વિષયોની આ ધર્મમાં વચ્ચે કૂદી પડવાની તાકાત ખરી પણ કેમ જાણે ભગવાન કે ધર્મની વિષયોના વિચારમાં વચ્ચે કૂદી પડવાની તાકાત નહિ ! પૂછો, પ્ર.- આવું ઊંધું વેતરણ કેમ ચાલે છે ? ઉ.- કારણ એ છે કે મનને વીતરાગ ભગવાન અને એમના ધર્મની સાથે ઓરમાયાનો સંબંધ છે અને વિષયોની સાથે પોતિકા તરીકેનો સંબંધ છે ! એટલે ? વિષયો પોતાના ! વીતરાગ પરાયા !" પોતાનાની વાતમાં પરાયો ન ઘૂસી શકે. પરાયાની વાતમાં પોતિકો ઘૂસી શકે. માતાના પોતાના અને શોક્યના છોકરા પ્રત્યેના વલણમાં કેવો ફરક હોય છે ? પોતાના છોકરાની ચિંતામાં શોક્યના છોકરાનો વિચાર નહિ ઘૂસે, અને કદાચ ક્યાંક ઘૂસશે તો દ્વષ ભરેલા હૃદયે; ત્યારે શોક્યના છોકરાની ક્યારેક ચિંતા કરવાની આવશે, તો એની વચમાં પોતાના છોકરાના વિચાર સહેલાઈથી ઘૂસી જશે ! ત્યારે તમારી દશા વિચારો. ધર્મનો વિચાર લઈ બેસો ત્યારે સંસારના વિચાર ન જ આવે ને ? ને સંસારના વિચાર લઈ બેઠા હો, ત્યાં વચમાં ધર્મનાં વિચાર ઘૂસી જાય છે ને ? તો સમજાય કે ધર્મ પોતાનો અને સંસાર ઓરમાયો - તરંગવતી 164