________________ સાધારણમાં ન ખચ્યનો અર્થ એ કે દેવગુરુ મંદિર-ઉપાશ્રય જે ગમ્યા એના કરતાં પૈસા વધુ ગમ્યા. એટલે એ પૈસા ખાતર દેવ-ગુરુ વગેરેની ભક્તિ ગૌણ કરી, એ ભક્તિને ઓછા મૂલ્યની ગણી, અને પૈસાનું મૂલ્ય ઊંચું ગયું. કેમ જાણે પ્રભુને કહેતા હોઈએ કે, પ્રભુ તમે મને બહુ ગમો છો; પરંતુ તમારા કરતાં પૈસા વધારે ગમે છે; તેથી તમારી પાછળ મારા પૈસા ન તોડી નાખું; કદાચ પૈસા ખાતર તમારો ઉપયોગ કરી લઉં. ધનદેવ શેઠને દીકરા પદ્મદેવ પર અતિશય પ્રેમ હતો તેથી એના માટે તરંગવતી કન્યા મેળવવા તરંગવતીના બાપને ખુશ કરવા એ અંગે ગમે તેટલા પૈસા ખરચવા પડે, આપવા પડે, એની તૈયારી બતાવે છે. ત્યાં ઋષભસેન મોટો નગરશેઠ છે ને ? એ ગુસ્સે થઈ જાય છે, કહે છે, “આ શું બોલ્યા ? શું મેં દીકરીને વેચવા કાઢી છે ?" ધનદેવ કહે “ના, ના, શેઠ ! એમ મારે કહેવું જ નથી. મારે તો એ કહેવું છે કે, દીકરીના નામે જુદા પૈસા મૂકવા હોય તો તમે કહો એટલા મૂકવા તૈયાર છું. એમ પણ મારા પમદેવને તમારી દીકરી આપો ! ઋષભસેન દીકરી દેવા કેમ ના કહે છે ? : ઋષભસેન કહે,–જુઓ, તમે રહ્યા સાર્થવાહ, એટલે તમારો દીકરો પણ સાર્થવાહગીરી કરવાનો, એટલે દેશ દેશાવરનો વેપાર અર્થે પ્રવાસ ખેડવાનો. એમાં મારી દીકરીને તો ઘરે બેઠી રહી પતિના સહવાસ વિનાનું જ જાણે એક પ્રકારનું વિધવાપણું જ મળે. એવા ગામ ગામ ભમનારા ઉમેદવારને દીકરી આપી દીકરીને જાણી જોઈને કૂવામાં નથી ઉતારવી. માટે એમ મારે દીકરી આપવાનો વિચાર નથી.” બાપની દીકરીને સાચી સુખી કરવા માટે કેવી દીર્ધદષ્ટિ છે ! કદાચ દીકરી આપે તો શું વેવાઈને ત્યાં પૈસા ભરપૂર નથી ? હવેલી નથી ? વાહનો નથી ? શું નથી ? પણ એ કાળ જીવનમાં સુખ માલ મિલકત પર નહોતા પાતાં, કિન્તુ સગુણ, શીલ રક્ષા, મર્યાદા પાલન, સદ્ આચાર-પ્રવૃત્તિ અને શાંતિ પર મપાતાં. જમાઈ પ્રવાસી હોય તો દીકરીની શીલરક્ષા કેમ થાય ? અનંત અનંત કાળનો વાસના વાસિત જીવ મનુષ્ય ભવ તો પામ્યો પરંતુ વાસના રહિત થોડો જ બનેલો છે ? એ તો સારા સંયોગ-સામગ્રી સત્સંગ વગેરે હોય તો જ કર્મ ! તારી ગતિ ન્યારી 1 47