________________ દેરાસર બનાવરાવ્યું. જે આજે રાજસ્થાનમાં રાણકપુરજી મંદિર તરીકે પ્રસિદ્ધ છે. એમાં એ સસ્તીવારીના કાળના રૂપિયા 90 ક્રોડ લગાડી દીધા ! પ્રેમપાત્ર ખાતર ગમે તેટલો ભોગ આપવો પડે તો આપવાનો, આ હૃદય હતું. ખૂબી કેવી છે કે, આઠમાં એડવર્ડ લેડી સિમ્પસન ખાતર મોટા સલ્તનતની ગાદી છોડી, પણ એ ત્યાગ મોહના પલ્લે પડ્યો ! મોહના પોષણ અને કર્મબંધ માટે થયો ! ત્યારે ધરણશાહ પોરવાલને 99 ક્રોડ રૂપિયાનો વ્યય જિનભક્તિના પલ્લે પડ્યો ! જિનભક્તિરાગ અને લખલૂટ પુણ્યાનુબંધી પુણ્ય માટે થયો ! પત્ની ખાતર સંપત્તિ ત્યાગ; પ્રભુ ખાતર સંપત્તિ ત્યાગ : બેમાં ફરક : પ્રેમપાત્ર ખાતર ગજબનો ભોગ ! ચીજ એક, પરંતુ એક ભવના ફેરા વધારે, બીજી ભવના ફેરા ટૂંકાવી નાંખે. એકથી ભવિષ્યની સલામતી નહિ કિન્તુ બિન-સલામતી; ત્યારે બીજી ચીજથી ભાવી અનંતકાળ સલામતી ભર્યો બને ! ૮મા એડવર્ડનો પત્ની ખાતર સંપત્તિ ત્યાગ, એ વચ્ચે આટલો મોટો ફરક છે. એક મારક છે, બીજો તારક છે, પરંતુ એટલું ખરું કે, માણસ પ્રેમપાત્ર ખાતર મોટો ભોગ આપવા તૈયાર હોય છે. આ પરથી એ સૂચિત થાય છે કે, જો એવો ભોગ આપવાની તૈયારી ન હોય તો સમજવું પડે, સામી વ્યક્તિ એટલા બધા પ્રેમની પાત્ર નથી, જેટલી પ્રેમની પાત્ર સંપત્તિ છે.” વ્યવહારમાં દેખાય છે કે, પત્ની પુત્રો પર અતિ પ્રેમ છે તો એમની પાછળ પૈસાનો જે ભારે ભોગ અપાય છે, ને શરીર સુખશીલતાનો જે ભોગ અપાય છે, એટલો પ્રેમ સગાભાઈ, બહેન કે કાકા પ્રત્યે નથી, તો એમનો પાછળ એવો ભોગ નથી અપાતો. એમ આપણને દેવ-ગુરુ-ધર્મ પર અનહદ પ્રેમ હોય તો એમની પાછળ ભારે તન-વ્યય, ધન વ્યય, સમય વ્યય કરાય. મંદિર ઉપાશ્રય તારણહાર છે માટે એમના પર જો અતિ પ્રેમ છે તો એના સાધારણ ખર્ચ માટે સારો ધનભોગ અપાય એમાં નવાઈ શી ? પણ જે. ત્યાં પૈસા ખરચતાં સંકોચ થાય છે, તો એનો અર્થ એ કે એમના પર એટલો પ્રેમ નથી. પ્ર.- સાધારણ ખાતામાં પૈસા ન ખરચ્યા એમાં એના પર પ્રેમ ઓછો છે એમ શી રીતે ગણાય ? ઉ.- મંદિર-ઉપાશ્રયના સાધારણ ખર્ચમાં સારો ભોગ કોણ નથી આપવા દેતું ? કહો, પૈસાનો પ્રેમ. 146 - તરંગવતી