________________ આના પરથી એ કાળના લોક-જીવનનો ખ્યાલ આવે છે. આજે દેનારના તોટા છે. લેનારના તોટા નથી. એ કાળે લેનારના તોટા, એટલે દેનારાને ઘોષણા કરવી પડતી કે આવો આવો, માગો જોઈએ તે માગો. તે કેમ આ ફરક? કારણ આ, કે આજે માત્ર આ લોક સામે દષ્ટિ રહે છે, એટલે એટલું જ જુએ છે જાતે ખાધું તો સુખી થયા; પણ બીજાને જો દઈ દઈએ તો એટલું આપણે ગુમાવ્યું. ત્યારે પૂર્વ કાળે લોકો પરલોક સામે જોનારા હતા, તેથી લોકોમાં દાનરુચિ પ્રસરેલી હતી. દાન શા માટે ? : આર્ય સંસ્કૃતિ આલોક પછી પરલોકને માનનારી એટલે લોકો સમજતા કે અહીંથી ઊઠીને આગળ નવા જનમમાં આત્માએ ચાલવાનું છે, ને ત્યાં અહીંની “કરણી તેવી ભરણી’ થવાની છે તેથી અહીં દીધું હશે તો ત્યાં પામવાનું છે. કુદરતનો હિસાબ છે “વાવો તેવું લણો,” “દ્યો તેવું પામો.” અહીં પણ પામ્યા છીએ, કિન્તુ નહિ કે પૂર્વ જનમમાં બીજાનું લુટ્સ માટે પામ્યા; અથવા પૂર્વે માત્ર સ્વાર્થમાયા રાખી કોઈને કશું દીધું નહિ માટે અહીં પામ્યા !' એવું નથી. જો એમ લાગતું હોત તો તો આખું જગત પામી ગયેલું દેખાત. વસ્તુસ્થિતિએ દેખાય છે જગતના ઘણા જીવો દુઃખી છે, સુખ પામ્યા નથી; કેમકે ઘણા જીવો બીજાને સુખ દેવાનું શીખ્યા જ નથી. એ તો પરલોક માનનારા લોકો દે છે. એમાં વળી જે લોકો તપ સંયમને વહન કરનારા ત્યાગી મહાત્માઓને દે છે, એ વિશિષ્ટ કોટિના પુણ્ય કમાય છે; ને તેથી પરલોકમાં આદશમાં ઉચ્ચગોત્રના ફળોમાં જન્મ પામનારા બને છે, અને આરોગ્ય સંપત્તિયશ વગેરેના ભાગી બને છે. પૂર્વ કર્મ ઉચ્ચ કોટિનો પાક આપે છે. એમ ત્યાગી-સંયમી-તપસ્વી મહાત્માઓ એ ઉચ્ચ પાત્ર છે, એમાં દીધેલું ઉચ્ચ કોટિના પુણ્યના વિપાક દેખાડે એ સહજ છે. શાલિભદ્રનો જીવ પૂર્વભવે મજૂરણનો દીકરો, તે બીજા જન્મે શાલિભદ્ર કેમ બની ગયો ? કહો એણે મા ખમણના મહાન તપસ્વી મહાત્માને પારણામાં પોતે ખીર ખાવાનો લોભ પડતો મૂકી તપસ્વી સંયમી મહાત્માને ઉછળતા ભાવથી વહોરાવી દીધેલી. પૂછો, પ્ર.- એટલું થોડું દીધું એનું શું આટલું મોટું ઉચ્ચ ફળ કે રોજની નવી ભોગ સામગ્રીની નવાણું દેવતાઈ પેટી પોતાને ત્યાં ઉતરે ? ઉ.- હા, એણે પોતાની કટોકટીમાં દાન દીધેલું અને દીધા પછી મર્યો ત્યાં કર્મ ! તારી ગતિ ન્યારી 1 11