________________ પછી હું શું કામ વ્યાકુળતા- વિહ્વળતા કરું ? (4) કર્મના ઉદયે તો મારી બાહ્ય મૂડી બગાડી, મારું હૈયું નહિ. પણ હવે દીનતાના વિચાર કરી હું મારું હૈયું મારી જાતે શું કામ બગાડું? એ બગાડવાથી બીજા સુખસાધનો હયાત છતાં એની સુખશાન્તિ લોપાઈ જશે...' ઇત્યાદિ મનને સમાધાન કરી લેવાથી ચિત્ત વ્યાકુળ ન થતાં સુખશાન્તિ અખંડ ચાલે છે આમ ધર્માત્માને સુખશાન્તિ સુલભ છે. પ્ર.- પણ કુટુંબી કજિયાળા હોય તો ક્યાંથી સુખશાન્તિ રહે ? ઉ.- ત્યાંય ધર્માત્મા મનને આ સમાધાન કરી લે છે કે જીવનમાં અનેક મુદ્દા હોય છે, તે મુદ્દા મુદ્દાવાર નડનાર શુભાશુભ કર્મ જુદા જુદા હોય છે. તેથી માનો પૈસા સંબંધી આજે શુભોદય છે, પણ કુટુંબી સંબંધી અશુભોદય હોય, તો પૈસા તો સારા મળી જવા છતાં પણ કુટુંબી અનુકૂળ ન મળે. આમાં કોના પર મદાર બાંધવો ? હમણાં કુટુંબી સારા મળેલા છતાં દુ:ખ રહેવાનું. તો નિશ્ચિત સુખ ક્યાં રહ્યું ? માટે આ બધું ગણિત જ ખોટું કે પૈસાથી સુખ યા સરખા કુટુંબીથી સુખ'... વગેરે. સાચું ગણિત આ, કે મનની સ્વસ્થતા હોય તો સુખ, અસ્વસ્થતા હોય તો દુઃખ, પછી ચાહ્ય પૈસા ગયા છતાં મનને સમાધાન કરી લીધું કે “ચક્રવર્તીના મોટા, છ ખંડના સામ્રાજય ગયા, મારે તે શું એવું ગયું છે ? ઊલટું મમતા પાપની બલા ઓછી થઈ સારું થયું;' તો એને સુખશાન્તિ રહેવાની. મૂળમાં, સાચી ધર્મની સમજ જોઈએ, તો સમાધાન કરી લેતાં આવડે. જેના જીવનમાં ધર્મ નથી, ધર્મની સમજ નથી, એને કલેશનો પાર નથી. તરંગવતી એવા કુળમાં જન્મી છે. એવા એને ધર્મિષ્ઠ માતાપિતા મળ્યા છે, તેથી કાલે કૌમુદી મહોત્સવમાં પોતાના પૂર્વ પ્રિયની શોધ માટે ચિત્ર મોકલવું છે, એનો હરખ હોય ને ? છતાં આજે એ ચૌદશ મોટી તિથિની આરાધના ચૂકવાની વાત નહિ ! એમની ધર્મચર્યામાં પણ સવારે સંક્ષિપ્ત પ્રતિક્રમણ જિનભક્તિ વગેરે ધર્મસાધનાઓ કર્યે જવાની, એમાં ય ક્યારે વિશિષ્ટ કાર્ય માટે બહાર જવું હોય ત્યારે પણ અરિહંતભક્તિ કરવાપૂર્વક બહાર નીકળવાનું. ચૌદશના બીજે દિવસ કૌમુદી મહોત્સવ નગરમાં દાનનો મહિમા ચાલ્યો. લોકો મકાનના દરવાજે ઊભા રહી ઘોષણા કરે છે. માગો માગો જોઈએ તે માગો. લો આ કપડાં, લો અનાજ પાણી લો, લૂલા-લંગડા માટે વાહન લો, એવા પણ દાતારો છે, ને સામાની ઇચ્છા પ્રમાણે દેનારા છે. 1 10 - તરંગવતી