________________ જાય. તાત્પર્ય, નિરાશસભાવ આવી જાય. દા.ત. સંપ્રતિના જીવ ભિખારીએ ચારિત્ર લેતાં ખાવાની આશંસા રાખી હું મુનિ બનું તો મને ખાવા મળશે ને ? ગર આર્યસુહસ્તિમહારાજે એને એમ પણ દીક્ષા આપી. પરંતુ પાછળથી એને એજ રાતે અજીર્ણની વેદના ઊપડી ત્યાં ગુરુએ નિર્ધામણા કરાવી એનો અશંસાભાવ મુકાવી દીધો. આ બાધ્ય કોટિની ફલાપેક્ષા કહેવાય. એમ, ગોવિંદ બ્રાહ્મણે વાદકળા શીખવા માટે ચારિત્ર લીધું. પરંતુ પાછળથી પછી શાસ્ત્રો ભણતાં ને ગુરુની હિતશિક્ષા સાંભળતાં એમની એ આશંસા ટળી ગઈ, અને ગુરુની આગળ ફરીથી નિરાશસ ભાવે ચારિત્ર લેવા ઇચ્છા બતાવી. આ ‘બાધ્ય” ફળાપેક્ષા કહેવાય. સંઘમાં કેટલાય જીવો પહેલાં પ્રભાવનાની લાલચે પૂજામાં, વ્યાખ્યાનમાં ને ઉપધાનાદિ ધર્માનુષ્ઠાનમાં જોડાય છે, પોસહ-ઉપધાનાદિ અનુષ્ઠાનમાં જોડાય છે. સારા જમણની લાલચે. પણ પાછળથી ઉપદેશાદિ સાંભળતાં સાંભળતાં એવી લાલચ આશંસા અપેક્ષા છોડી દે છે, એ બાધ્ય ફલાપેક્ષા કહેવાય. અહીં ઉપાધ્યાયજી મહારાજ કહે છે, આવી બાધ્ય ફલાપેક્ષા. બાધ્ય કોટિની ફલાપેક્ષા પ્રજ્ઞાપનાધીન છે, અર્થાત્ ઉપદેશથી સુધરી જવાને યોગ્ય છે. અલબત આવી લૌકિક ફળની યાને સાંસારિક ફળની અપેક્ષા આશંસાવાળું અનુષ્ઠાન એ સત્ અનુષ્ઠાન ન કહેવાય, સદ્ અનુષ્ઠાન નિરાશસ ભાવવાળું હોય, પરંતુ એ લૌકિક આશંસાવાળું અનુષ્ઠાન સદ્ અનુષ્ઠાનનો રાગ કરાવનારું બને છે. શરત આ, કે એમાં મુક્તિ પ્રત્યે દ્વેષ ન હોવો જોઈએ, કેમકે એ લૌકિક આશંસા ઉપદેશાધીન, અર્થાત ઉપદેશને ગ્રહણ કરનારી હોય છે, ઉપદેશથી સુધરવા યોગ્ય હોય છે. એમાં આવશ્યકતા આ બતાવી કે સાંસારિક વસ્તુની આશંસા હોવા સાથે મોક્ષ પ્રત્યે દ્વેષ અરુચિ અણગમો ન જોઈએ. જો મુક્તિ દ્વેષ હોય તો એ આશંસા અપેક્ષા સુધરે જ નહિ. એટલે જ પૂર્વે કહ્યું તેમ સંભૂતિમુનિને ચક્રવર્તીના ભોગસુખોની આશંસા અપેક્ષા થઈ, તે સુધરી જ નહિ કેમકે એમાં સાથે મુક્તિ પ્રત્યે અણગમો વૈષ થયેલો. એટલે તો ભાઈ મુનિએ જયાં એમને એવું નિયાણું ન કરવાનું સમજાવતાં કહ્યું કે આ તપ સંયમથી મોક્ષ મળી શકે એમ છે, ત્યારે એ સંભૂતિમુનિ કહે છે, ‘ભાઈ ! હમણાં મોક્ષની વાત રહેવા દો. હમણાં તો મારે... આ શબ્દોની પાછળ હૈયામાં શું છે ? કહો, મોક્ષ પ્રત્યે અરુચિ અણગમો દ્વેષ છે, આમ મોક્ષ પ્રત્યે અ-દ્વેષ નહિ હોવાથી એની સાધનામાં ફળની અપેક્ષા બાધ્ય ફળાપેક્ષા કર્મ ! તારી ગતિ ન્યારી --