________________ અબાધ્ય નહિ, પણ) બાધ્ય કોટિની ફલાપેક્ષા હોય તો તે સત્ (નિરાશસભાવના) અનુષ્ઠાનનો રાગ કરાવનારી બને છે, કેમકે તે ગુરુના ઉપદેશથી સાધ્ય છે અર્થાત્ આશંસા નીકળી જાય એવી છે, (માત્ર) ત્યાં મોક્ષનો દ્વેષ ન જોઈએ (તાત્પર્ય મુક્તિનો અદ્વેષ હોય તો લૌકિક આશંસા ‘બાધ્ય' યાને ગુરુ-ઉપદેશથી ટળી જાય એવી હોય છે.) અહીં જુઓ માણસ ધર્મસાધના કરે એમાં એને પૌદ્ગલિક ફળની આશંસા અપેક્ષા હોઈ શકે છે. પરંતુ એ આશંસા અપેક્ષા બે પ્રકારની હોય છે, 1. એક અબાધ્ય અને ર બીજી બાધ્ય. (1) બ્રહ્મદત્તને અબાધ્ય આશંસા : (1) અબાધ્ય ફળ અપેક્ષા એટલે જે અપેક્ષા આશંસા આગળ પર સુધરે જ નહિ, પણ એવી ને એવી મલિન પૌદ્ગલિક આશંસા ઊભી જ રહે. દા.ત. બ્રહ્મદત્ત ચક્રવર્તીનો જીવ પૂર્વ ભવે સંભૂતિ મુનિ, એને પાછળથી સનકુમાર ચક્રવર્તી પોતાની પટ્ટારાણી સાથે વંદનાર્થે આવ્યો, એમાં પટ્ટરાણી વંદન કરતાં એની કેશવાળીની લટ આગળ ઊછળી પડતાં, મુનિના ચરણે સ્પર્શી ગઈ; એથી મુનિનું મન વિહવળ થયું વિકૃત થયું, અને મનથી નક્કી કર્યું (નિયાણું કર્યું કે “મારા તપ સંયમના પ્રભાવે પરભવે આવા ભોગ સુખો મળો.” ચક્રવર્તીના ગયા પછી સાથેના ચિત્ર-મુનિએ સંભૂતિ મુનિના ચહેરા પર ફેરફાર જોતાં પૂછ્યું, તો સંભૂતિ મુનિએ પોતાનો અભિપ્રાય કહ્યો; એટલે ચિત્રમુનિએ એમને ઘણું સમજાવ્યા કે આવું શું કામ ઇચ્છો છો ? આ પૌદ્ગલિક સુખો તો પાછા અંતે નાશ પામનારા છે, અને પછી પરભવે ભવચક્રમાં ભમાવનારા છે. એના બદલે આવી આશંસા કર્યા વિના આ તપ-સંયમમાં જ જીવન પસાર થવા દો, એથી અંતે મોક્ષના એવાં અનંતા શાશ્વત સુખ મળશે કે જે પછી કદી જાય જ નહિ, પરંતુ સંભૂતિ મુનિએ તો માન્યું જ નહીં આશંસા મૂકી જ નહિ. એ ચક્રવર્તીના ભોગ સુખોની આશંસા અપેક્ષા એ અબાધ્ય કહેવાય, ત્યારે, (2) સંપ્રતિની બાધ્ય ફલાપેક્ષા : (2) બાધ્ય ફલાપેક્ષા એટલે કે જે અપેક્ષા પાછળથી ઉપદેશ મળતાં સુધરી જાય, અર્થાત લૌકિક સુખાદિની અપેક્ષા આશંસા સુધરીને માત્ર કર્મનિર્જરારૂપ ફળની અપેક્ષા આશંસા બની જાય. મોક્ષની જ આશંસા બની 88 - તરંગવતી