SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ શું એમ ન વિચારી શકાય કે - “આજુબાજુમાં ઘરાકી ચિક્કાર છે - એ જ દેખાડે છે કે બજારમાં તેજી જ છે. છતાં જો મારી દુકાનમાં ઘરાકી ન હોય તો મારે સમજવું રહ્યું કે મારા જ કર્મો વાંકા છે. એમાં આજુબાજુવાળાનો શો દોષ ? જો આજુબાજુવાળાના ઘરાકો તોડવાનો પ્રયત્ન કરીશ તો કર્મ એવું બંધાશે કે જે ઘરાકો આવે છે તે પણ ચાલ્યા જશે. બાજુવાળાને તો પોતાના પુણ્ય પ્રમાણેનું મળી જ જવાનું છે. જ્યાં સુધી મારા વાંકા કર્મો સીધાં નહીં થાય ત્યાં સુધી પરિસ્થિતિમાં કોઈ પણ જાતનો બદલાવ આવે તે શક્ય જ નથી.' આ પ્રમાણેની કર્મસિદ્ધાંત ઉપરની અટલ શ્રદ્ધાને કારણે ઉત્પન્ન થતી હલાવી લેવાની વૃત્તિ શું જગાડી ન શકાય ? કોઈ પણ પરિસ્થિતિને હલવો' - આ જ વાત શાસ્ત્રકાર ભગવંતો આપણને કહી રહ્યાં છે. કોઈ પણ પરિસ્થિતિમાં તમારી મનઃસ્થિતિને બગાડતા નહીં. ગમે તેવી પરિસ્થિતિને પણ હલવી લેજો, હલાવી લેજો, ચલાવી લેજો, ફવડાવી લેજો, નભાવી લેજો. બાકી આ કર્મસત્તા તો કેવી કેવી ભયાનક પરિસ્થિતિ ઊભી કરી શકે ? તેની કલ્પના પણ આપણે ન કરી શકીએ. તીર્થંકરની પોસ્ટ પ્રાપ્ત કરનારને પણ જીવતે જીવતા કાનમાં ખીલા ઠોકાય. અને એ ખીલા નીકળે ત્યારે પણ પારાવાર વેદના અનુભવવી પડે, તે પણ રાડ પડાવી દે તેવી. શ્રમણ ભગવાન મહાવીર મહારાજાએ તે પરિસ્થિતિને હલાવી લીધી. ન તો ગોવાળને દોષિત ઠેરવ્યો કે ન તો બીજા કોઈને. કર્મસત્તા તો તીર્થકરની પોસ્ટ મળ્યા પછી પણ છોડવા તૈયાર નથી. તે કાળચક્ર ફેંકાવી શકે છે, લોહીના ઝાડા કરાવી શકે છે. તે દરેક પરિસ્થિતિમાં પોતાની જાતને હલવો' કહેનાર જ બચી શકે છે. રાજા સગરને ચક્રવર્તીની પોસ્ટ મળ્યા પછી પણ એકી સાથે તેના 60000 દીકરા ઝૂંટવી લેવાનું કામ આ કર્મસત્તાએ કર્યું છે. કેવી હૃદયદ્રાવક પરિસ્થિતિ ! આવી દરેક પરિસ્થિતિને નજર સમક્ષ રાખશો તો તમારી દુઃખદ પરિસ્થિતિ તમને સાવ મામૂલી લાગશે. 77
SR No.032825
Book TitleGhar Kari Gayela Krodhne Gharmulthi Ghamroli Nakhti Policy
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherDivya Darshan Trust
Publication Year2014
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy