________________ વિના રહેવાનું નથી. અને આમેય તમારો ગુસ્સો તો જ ફળ લાવી શકશે કે જો તમે પુણ્ય એકઠું કર્યું હશે. મતલબ કે પુણ્ય હોય તો જ ગુસ્સો સફળ થઈ શકે છે. આનો અર્થ એ જ થાય કે ગાયને દોહી તેનું દૂધ હડકાયા કૂતરાને પાવા જેવી પ્રવૃત્તિ તમારી છે. જે ધર્મસાધનાના પ્રતાપે તમને પુણ્ય મળ્યું, બંધાયું તે હડકાયા કૂતરા જેવા ક્રોધને, મોહને, કર્મસત્તાને પાઈ દો છો. એના બદલામાં પાપ સિવાય તમને કશું મળતું નથી. હવે નક્કી કરો જે ધર્મના પ્રતાપે પુણ્ય બંધાયું તે ધર્મના ચરણે જ મારે મારું પુણ્ય સોંપવું છે. ધર્મમહાસત્તા પણ સામે તેમને પુણ્ય આપશે જ. આપણી મૂળ વાત હલવો પોલિસીની છે. પરિસ્થિતિની જગ્યાએ મનઃસ્થિતિ પલટાવવા માટે આ પોલિસી ખૂબ જ ઉપયોગી છે. આ પોલિસી આપણને ફક્ત એટલો જ સંદેશો કહેવા માંગે છે. છે કે ભલે તમારી ઉપર દુઃખના ડુંગરો તૂટી પડે પણ તેને હલવો, ચલવો. વાતાવરણ જરાક બદલાય અને શરીર જો માંદુ પડી જતું હોય તો એ વખતે આ “હલવો' શબ્દને યાદ કરો. જાણે કે આ પોલિસી આપણને કહી રહી છે - નબળા શરીરને પણ હલવો. “મને બધું હાલશે, ચાલશે, ફાવશે' - આ બહુ અદ્ભુત સમાધિ સૂત્ર છે. સર્વત્ર સર્વ પરિસ્થિતિમાં તમને સમાધાન બક્ષશે. ચામાં ખાંડ નાખવાની ભૂલાઈ ગઈ, કોઈના પણ ઉપર ગુસ્સો નથી કરવો - આ મોળી ચા મને હાલશે. દાળમાં મીઠું ભૂલાઈ ગયું - ફાવશે. ઈસ્ત્રી કર્યા વિનાના કપડા પણ ચાલશે. કોઈ પણ પરિસ્થિતિ આવે. મને બધી ચાલશે, ફાવશે અને હાલશે” - જો આવો સંકલ્પ હોય તો પછી તમને દુઃખી કોણ કરી શકે ? આજુબાજુવાળાની દુકાનોમાં ઘરાકી ચિક્કાર હોય અને તમારી દુકાનમાં કાગડા ઉડતા હોય ત્યારે આ પરિસ્થિતિને હલાવી લેવાનો, ચલાવી લેવાનો અભિગમ અપનાવો કે યેન કેન પ્રકારેણ બાજુવાળાની ઘરાકી તોડવાનો તરીકો અપનાવો ? શું કરો તમે ? 76