________________ રહ્યા હતા. કૌશિક તાપસની નજરમાં આ ઝડપાઈ ગયું. બાજુ પર પડેલી કુહાડી લઈ એ રાજકુમારની પાછળ પડ્યા. અંગેઅંગમાં ક્રોધે વાસ કરી લીધો. ગયા ભવની મોત સમયની લેશ્યા પાછી અંગેઅંગમાં ઉછાળા મારવા લાગી. રાજકુમારો પ્રત્યેનો ગુસ્સો આંખોમાં રતાશ રૂપે વ્યક્ત થઈ રહ્યો હતો. હવે ચમચમ કરવાની વૃત્તિ ન હતી. પણ, સજા કરવાની વૃત્તિ હતી. રાજકુમારો તાપસને આવતો જોઈ નાઠા. તાપસ પણ વધુ જોશથી એ રાજકુમારોની પાછળ દોડ્યો. ગયા ભવની જેમ જ આ વખતે પણ તેમનું મૃત્યુ ક્રોધની તીવ્ર લેશ્યામાં જ લખાયું હતું. વચ્ચે પથ્થરની ઠોકર લાગી. સંતુલન ગુમાવ્યું અને કૂવામાં પડ્યા. પોતાની કુહાડી ઉપર જ પોતે પડ્યા. મગજના બે કટકા. ત્યાં ને ત્યાં જ મોત ! કેવું અપમૃત્યુ ! હવે તો સાધનાની કોઈ મૂડી બચી ન હતી. તિર્યંચના ભવમાં જવું પડ્યું. એમાં પણ સાપનો ભવ ! ચંડકૌશિક સાપ તરીકે તેનો જન્મ થયો. અને જંગલ આખાને સળગાવી ઉજ્જડ કરી મૂક્યું. જંગલના આકાશમાં ઉડતા પક્ષીઓને પણ છોડવા તૈયાર નથી. કર્મસત્તાએ ગુસ્સો કાઢવા માટે આંખમાં પણ ઝેર ભરી આપ્યું હતું. આંખથી જ એ ઉડતા પંખીને પાડવા સમર્થ હતો. આકાશ અને જમીન બધું જ ઉજ્જડ કરી, મૂક્યું. કેવો સીમાતીત ક્રોધ ! બેહદ ગુસ્સો ! હવે તો ગુસ્સો એ જે દૂર જાણે એનો સ્વભાવ થઈ ગયો. કેવા ગુણાંકમાં ગુસ્સો વધ્યો તે જુવો. કર્મસત્તા એ લોનની કેવી વ્યાજસહિત વસૂલાત કરે છે તે પછી જોઈશું. આ ત્રણ ભવમાં ક્રમશઃ દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી ક્રોધ વધતો ચાલ્યો. ક્રોધ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ - આ ચાર પરિબળથી કેવો ગુણાકારમાં વધે છે તે આ કોષ્ટક ઉપરથી સ્પષ્ટ છે. આ લોન કર્મસત્તા પાસેથી લીધી છે. તે કંઈ મફતમાં તો નથી જ મળવાની. આ તો શ્રમણ ભગવાન મહાવીર મહારાજા મળ્યા અને ક્રોધનો ગુણાકાર જે વધતો જતો હતો તે અટકી ગયો. સમતાનો સ્વીકાર કર્યો. પણ કર્મસત્તા છોડે 65