________________ ખુદ પોતાની જાતને જ કરવી પડશે. કડક હાથે કામ લો. પછી તો ક્રોધે નમતું આપે જ છૂટકો ! સાકર જેમ ઉપર, નીચે, આગળ, પાછળ બધે મીઠી જ મીઠી છે. કડવાશનો એક અંશ પણ સાકરમાં ભળેલો હોતો નથી, તેવી જ રીતે આત્માના આગળના કે પાછળના, ઉપરના કે નીચેના તમામ આત્મપ્રદેશોમાં ઠાંસી-ઠાંસીને ગુણો ભરેલા છે. ક્ષમા તો આત્માનો મુખ્ય ગુણ છે. આત્માના પ્રદેશ પ્રદેશ દુશ્મનને પણ દોસ્ત બનાવવાની વાત લખાયેલી છે. સર્વત્ર હિમ જેવી શીતળતા છે. અત્યંત ઠંડક છે. આત્માના આવા શીતળ સ્વભાવનું સ્મરણ આપણને ક્રોધમાંથી છૂટકારો અપાવવા રામબાણ ઈલાજની ગરજ સારશે. પ્રશ્ન:- આત્માનો સ્વભાવ આટલો ઠંડો છે તો તેમાં ગરમી પેદા જ કેમ થાય ? નિર્વિકારતા જો આત્માનો સ્વભાવ છે તો તેમાં વિકાર જાગે જ શા કારણે ? સદાના અણાહારી સ્વભાવવાળામાં આહારની આટલી લમ્પટતા આવે છે ક્યાંથી ? કેમ આત્માનો મૂળભૂત સ્વભાવ દબાઈ જાય છે ? કોણ દબાવે છે એને ? ક્યું છે એ તત્ત્વ ? ક્યું છે એ પરિબળ ? જે આત્માના સ્વભાવને દબાવી દે છે. અને શા માટે એ પરિબળ ફાવી જાય છે, આત્માને બંધનમાં જકડી લે છે, તેને દુર્ગુણોથી ભરી દે છે ? તેના મૂળભૂત સ્વભાવને આંચકી લેવામાં એ પરિબળો શા માટે સફળ થઈ જાય છે ? ઉત્તર :- લગભગ દરેકના મનમાં ઘોળાતા આ પ્રશ્નનો બહુ સુંદર મજાનો જવાબ શાસ્ત્રોના પાને નોંધાયો છે. શાસ્ત્રકાર પરમર્ષિ ભગવંતો દૃષ્ટાંત સાથે આ પ્રશ્નનો જવાબ વાળે છે. જેમ પાણીનો સ્વભાવ મૂળભૂત રીતે ઠંડો છે. એ શીતળતાનું જ વાહક છે. એના ઘટકે ઘટકમાં શીતળતા, ઠંડક ભરી પડી છે. પણ, જેવું એને ગેસ ઉપર ચડાવવામાં આવે છે, અગ્નિનો સંપર્ક થતાં જ એ 54