________________ ચૂસ્યો છે. મારા એકેએક સદ્ગણ ઉપર એ કબજો જમાવીને બેઠો છે. હવે નથી જોઈતી એની ગુલામી, હવે તો ક્રોધની સામું પણ જુએ તે બીજા. આખી દુનિયા થાય તે કરી લે. કે મારે મારું અપમાન પણ સહી લેવું છે. પણ, ક્રોધ તો નથી જ કરવો. દુશ્મનને પણ સાચવી લેવો છે. પણ, ક્રોધ તો નથી જ કરવો. ઉઘરાણી જતી કરવી છે. પણ, ક્રોધ તો નથી જ કરવો. 7 થોડા કામ મારી જાતે કરી લઈશ. પણ, ગુસ્સો તો નથી જ કરવો. જે ક્રોધે મને પાયમાલ બનાવી દીધો, તેના ગુનાને જાણ્યા પછી પણ વારે વારે તેના શરણે જનાર હું કેવો ભણેલો મૂર્ખ?! મારા સ્વભાવમાં જે નથી, તેને ઉછીનું લાવી મેં મારી જ પાયમાલી નોંતરી છે. મારા સ્વભાવમાં ઉકળાટ છે જ નહીં, એકમાત્ર શાંતિ જ છે. તો પછી ક્રોધ પાસેથી ઉકળાટને મારામાં લાવવાની મારે જરૂરિયાત જ શી છે ? શા માટે ક્રોધના બહાને આખી મોહસેનાને મારા ઘરમાં નિમંત્રણ આપી, મારે મારા આખા ઘરને લૂંટાવી દેવું ?' - આવી વિચારધારા જેમ જેમ પ્રબળ બનશે, જેમ જેમ નક્કર બનશે, જેમ જેમ તેનું સંકલ્પના ધોરણે અમલીકરણ થશે, તેમ તેમ ક્રોધ રવાના થશે. આ ઊંચી વિચારધારાને ખૂબ ઘૂંટો, એક દૃશ્ય સામે લાવો કે “અબજપતિમાંથી રોડપતિ બનાવનારનો જ આશરો લેનાર હું કેવો મૂર્ખ !" શાસ્ત્રની દૃષ્ટિએ આ કષાયોએ કરેલી આપણા સૌની ભયંકર દુર્દશાને, તેણે આપેલા ભયાવહ દુઃખની દાસ્તાનને નિહાળો, રૂવાંટા ખડા થઈ જશે, ખાવાનું નહીં ભાવે. એમ થશે તો ક્રોધ જશે. બાકી આ તો ઘર ભાળી ગયો છે, પેધી ગયો છે. મનાવવા-પટાવવા દ્વારા ક્રોધને દૂર કરી શકાતો હોત તો તો ક્યારનોય આપણે ક્રોધથી છૂટકારો મેળવી લીધો હોત. પણ આ તો દુષ્ટ છે, દુર્જન છે. સજા કરી કરીને એને દૂર કરવો પડશે. સજા ક્રોધને તો નહીં પણ ક્રોધને આશરો આપનાર