________________ Cછે ખાનદાન માણસ અકાર્યને કરતા તરત અટકી જશે, પોતાની ખાનદાનીને કલંક લાગશે તે વિચારથી. કુળવાન માણસ પણ આડાઅવળા કુંડાળામાં પગ મૂકતો અટકી જશે, પોતાના કુળને અપયશ મળશે તે વિચારથી. આબરુવાન માણસ પણ જલદીથી ખરાબ કામ કરવા નહીં પ્રેરાય, પોતાની આબરૂને બટ્ટો લાગી જશે તે વિચારથી. આ જ રીતે આપણે પણ આપણા મૂળ સ્વભાવને યાદ કરી ક્રોધમાંથી છૂટકારો મેળવી શકીએ છીએ. આપણે આપણા નેચરને = સ્વભાવને યાદ કરીએ કે - “મારો મૂળભૂત સ્વભાવ ઉકળાટનો નથી. હું તો શીતળ સ્વભાવવાળો છું, શાંતપ્રકૃતિવાળો છું. હિમ જેવો ઠંડો છું. માટે, ગુસ્સો મારો સ્વભાવ નથી, મારી પ્રકૃતિ નથી, વિકૃતિ છે, રોગ છે. તેનાથી બચ્ચે જ મારો છૂટકો છે. સાચું આરોગ્ય તો જ મને મળશે.' નેચર પોલિસી એટલે જ સ્વભાવની વિચારણા. ક્રોધ આવે ત્યારે પોતાના મૂળભૂત સ્વભાવને યાદ કરીએ તો ક્રોધ આપોઆપ શમી જાય. આપણો સ્વભાવ, મૂળભૂત સ્વભાવ કેવો ઉચ્ચ કક્ષાનો છે અને કેવી અત્યારે પછાત સ્થિતિ છે આપણી ! 51