________________ કંપનીના શેર તરીકે ક્ષમા, નમ્રતા, સરળતા, ઉદારતા, પ્રસન્નતા વગેરે ગુણવૈભવ છે. જો તમે જીવન માટે સાચા શેરબજારિયા બની શક્તા હો તો ક્યારેય મોહરાજાની કંપનીના શેર લઈ શકો નહીં. કારણ કે મોહરાજાની કંપની ઊઠી જનારી છે. કોઈ તમારું માનતું નથી, દીકરો પણ સાંભળતો નથી, ત્યારે તમે તેના ઉપર ગુસ્સો કરો છો. મતલબ કે ક્રોધને શેર તમે ખરીદ્યો. બસ, વાત પૂરી. મોહરાજાના હાથ ઊંચા. ક્રોધ તમે જેના માટે કર્યો તેનું વળતર મળે જ એટલે કે સામેવાળો તમારી વાત માની જ જાય - તેવો કોઈ જ નિયમ નથી. આ ક્રોધ ઉપર કોઈ પણ સારું પરિણામ આપવાની મોહરાજાની તૈયારી નથી. એની નીતિ તો “આ જા, ફસા જા' જેવી છે. એક વાર ક્રોધનો શેર તમને વેચી દીધો પછી એ છૂટો. તમે રખડતા. આની સામે જો ‘ક્ષમા નો શેર ખરીદો તો ધર્મરાજાની ગેરંટી છે, વળતર તમને મળશે જ. જેમ-જેમ ક્ષમા તમે વધારતા જશો તેમ તેમ સામેવાળો તમારી વાત સ્વીકારતો જશે. મુખ્ય વાત તો એ છે કે ધર્મરાજાની કંપની સ્થિર છે, ટકવાની છે. ક્યારેય એનું ઉઠમણું નથી થવાનું. તમે એનો “ક્ષમા” નો શેર ખરીદ્યો પછી તેનું પૂરેપૂરું વળતર આપવા ધર્મરાજાની કંપની પોતાની જાતને કર્તવ્યબદ્ધ માને છે. એ તમારી નાનામાં નાની, સારી વાતની નોંધ રાખી તમને પૂરેપૂરું વળતર આપશે. તમે જ જોઈ લો * પ્રસન્નતા કોને મળે છે ? ક્ષમાશીલને કે ક્રોધીને ? સમાજમાં આદેય કોણ બને છે ? કુટુંબમાં પ્રિય કોણ બને છે ? મિત્રવર્તુળ વધુમાં વધુ કોનું હોય છે ? સગાવહાલાઓમાં વધુ વિશ્વાસાસ્પદ કોણ હોય છે ? કોના વચનની સાદર નોંધ લેવાય છે ? કોના પ્રત્યે લોકોની હમદર્દી હોય છે ? જવાબમાં, ક્ષમાવાન્ જ આવશે. ક્રોધી માણસ નહીં આવે. 31