________________ લેવાના છે તે ભાઈ આવતી કાલે મને મળવા આવવાના છે. 6 મહિનાનો તેમણે વાયદો કરેલો. આજે સવા વર્ષ થવા આવ્યું, છતાં તે ચૂકવી શક્યા નથી. માટે, મેં તેમને રૂબરૂ મળવા બોલાવ્યા છે. આશીર્વાદ એવા આપો કે હું તેમના પ્રત્યે લેશ પણ દુર્ભાવ ન કરી બેસું. તેમને એવું કંઈક કહી ન બેસું કે જેથી તેમની પ્રસન્નતા વેરવિખેર થઈ જાય અને મારા મનની પ્રસન્નતા, સમાધિ પણ અકબંધ ન રહી શકે.” હું તો આશ્ચર્યચકિત થઈ ગયો !..... આવો વાસક્ષેપ નખાવા આવનારા અમને બહુ ઓછા મળતા હોય છે. બે દિવસ પછી એ ભાઈ વંદન કરવા આવ્યા. મેં તરત જ પૂછ્યું : પરિણામ ?" “અરે, મહારાજ સાહેબ ! પરિણામની તો શું વાત કરું. ખરેખર જીવનનું એક સારામાં સારું સુકૃત કર્યાનો મને સંતોષ છે. વાત એમ બની કે એ ભાઈની આગતા-સ્વાગતા મારા જીગરજાન મિત્ર જેવી જ મેં કરી. તેનાથી એ ભાઈના દિલ ઉપર ઘેરી અસર પડી. એમણે મને પેટછૂટી વાત કરી. એમની પત્નીને કેંસર લાગુ પડી ગયું હતું. દીકરાનો અકસ્માત થયો હતો. આવી પરિસ્થિતિમાં એ પૈસા શું પાછા વાળી શકે ? એની કોઈ તાકાત જ ન હતી પૈસા પાછા વાળી શકવાની. હોસ્પિટલોના બિલ તેણે મારી સામે રજૂ કર્યા. આમ ય એમની વાણીમાં રહેલી પ્રામાણિકતાને મેં ઓળખી જ કાઢી હતી. આખરે મેં એમને કહીં દીધું કે “જો દોસ્ત ! ચિંતા નહીં કર ! પૈસા ચૂકવાય તો ચૂકવજે. તારી પરિસ્થિતિ અત્યારે પૈસા ચૂકવી શકાય તેવી છે જ નહીં. માટે તને આ કાગળમાં લખી આપું છું કે “મારા સાત લાખ રૂપિયા તેં આજે મને ચૂકવી દીધા છે. અને જ્યારે મારી પત્ની અને દીકરાની હાજરીમાં એ કાગળ મેં એના હાથમાં મૂક્યો ત્યારે એના મોઢા ઉપર જે પ્રસન્નતા જોવા મળી તેનાથી મારો આનંદ પણ આસમાનને આંબી ગયો’ “ખરેખર ?" ર૭.